મુંબઈ :શાહરુખના જવાન ની સેન્ચ્યુરી

મુંબઈ :શાહરુખના જવાન ની સેન્ચ્યુરી

Mnf network :'જવાન'એ રિલીઝના પહેલા જ દિવસે રેકૉર્ડ કર્યા બાદ હવે બે દિવસમાં સો કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ પાછળ લોકો ઘેલા બની ગયા છે. આ ફિલ્મ થિયેટરમાં જોવા માટે લોકોની ભીડ ઊમટી પડી છે. 'જવાન' હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે. હિન્દી ફિલ્મ જગતના ઇતિહાસમાં 'જવાન' પહેલી એવી ફિલ્મ બની ગઈ છે જેણે રિલીઝના પહેલા દિવસે સૌથી વધુ કલેક્શન કર્યું હોય.

શાહરુખની પોતાની જ ફિલ્મ ‘પઠાન’નો પણ રેકૉર્ડ બ્રેક કર્યો હતો. હવે બે દિવસમાં ‘જવાન’એ સેન્ચુરી મારી છે. બીજી તરફ ‘જવાન’ના તામિલ અને તેલુગુ વર્ઝનના બિઝનેસની વાત કરીએ તો ગુરુવારે ૯.૫૦ કરોડ અને શુક્રવારે ૭ કરોડની સાથે ૧૬.૫૦ કરોડનું કલેક્શન કરી લીધું છે. ‘જવાન’ના હિન્દી, તામિલ અને તેલુગુ વર્ઝને કુલ મળીને ૧૨૮.૩૩ કરોડનો બિઝનેસ કરી લીધો છે.

આ ફિલ્મને ઍટલીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ, નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, સંજય દત્ત, પ્રિયામણિ અને સુનીલ ગ્રોવર લીડ રોલમાં છે.