ફિલ્મ જવાન એ રચ્યો ઇતિહાસ

ફિલ્મ જવાન એ રચ્યો  ઇતિહાસ

Mnf network:ફિલ્મે પહેલા દિવસે 75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મની કમાણી બીજા દિવસે, ઘટી હતી અને ફિલ્મે 53 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ પછી 'જવાન'એ ત્રીજા દિવસે 77.83 કરોડની કમાણી કરી હતી. રવિવારે ચોથા દિવસે ફિલ્મે, ત્રણેય દિવસની સરખામણીમાં 80 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. 

'સૈકનિલ્ક'ના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, તેની રિલીઝના ચોથા દિવસે એટલે કે, રવિવારે 'જવાન'એ 81 કરોડ રૂપિયાની સુંદર કમાણી કરી છે. આ સાથે 'જવાન'ની ચાર દિવસની કુલ કમાણી હવે 287.06 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ચોથા દિવસની કમાણીની વાત કરીએ તો શાહરૂખની 'જવાન'એ તેની જ ફિલ્મ 'પઠાણ'નો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે તેણે કેજીએફ 2, ગદર 2, બાહુબલી 2 જેવી ઘણી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ચોથા દિવસે 'પઠાણ' એ 51.5 કરોડ, 'કેજીએફ 2' એ 50.35 કરોડ, 'બાહુબલી 2' એ 40.25 કરોડ અને 'ગદર 2' એ 38.7 કરોડનું કલેક્શન કર્યું હતું.