નાસાએ યુરેનસનો ફોટો જાહેર કર્યો, જેની આસપાસ જોવા મળી ચમકદાર રિંગ્સ

નાસાએ યુરેનસનો ફોટો જાહેર કર્યો, જેની આસપાસ જોવા મળી ચમકદાર રિંગ્સ

Mnf network:  નાસાએ યુરેનસ ગ્રહનો એક અનોખો ફોટો ક્લિક કર્યો છે, જેમાં એની ચારેય બાજુએ ચમકદાર રિંગ જોવા મળી રહી છે. નાસાએ યુરેનસ ગ્રહનો આ ફોટો જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની મદદથી ક્લિક કર્યો છે. વૈજ્ઞાનિકો પણ યુરેનસનો આ ફોટો જોતાં ચોંકી ઊઠ્યા છે. રિપોર્ટ અનુસાર, યુરેનસના આ નવા ફોટોગ્રાફ્સમાં એનું મોટું આશ્ચર્યજનક રૂપ જોવા મળે છે.

નાસાના જણાવ્યા મુજબ ટેલિસ્કોપે યુરેનસની બહારની તરફની રિંગ્સને કૅપ્ચર કરી છે, જેમાં ઇલ્યુઝિવ ઝેટા રિંગ પણ સામેલ છે, જે આ ગ્રહની સૌથી નજીક ફેલાયેલી રિંગ છે. આ ગ્રહ સાથે ટેલિસ્કોપે અન્ય ફોટોગ્રાફ્સ પણ ક્લિક કર્યા છે, જેમાં આ રિંગ્સની અંદરની બાજુએ નાના ચંદ્ર પણ દેખાઈ રહ્યા છે. યુરેનસ એ સૂર્યમંડળના એ ગ્રહો પૈકીને એક છે જેના વિશે ઓછી શોધખોળ થઈ છે.