ગુજરાતના છ મહાનુભાવોની પદ્મ પુરસ્કારો માટે પસંદગી થઈ

ગુજરાતના છ મહાનુભાવોની પદ્મ પુરસ્કારો માટે પસંદગી થઈ

Mnf network :  પદ્મ પુરસ્કારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. પદ્મ પુરસ્કારોમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીનો સમાવેશ થાય છે અને તે ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક છે. દર વર્ષે ભારત સરકાર દ્વારા ગણતંત્ર દિવસ પહેલા પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવે છે. વર્ષ 2024 માટે, રાષ્ટ્રપતિએ 132 પદ્મ પુરસ્કારો પ્રદાન કરવાની મંજૂરી આપી છે.

આ યાદીમાં 5 પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 110 પદ્મ શ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. જેમાં આ વર્ષની યાદીમાં ગુજરાતના 6 વિભૂતિઓને તેમના કાર્ય બદલ સન્માનિત કરાયા છે. જેમાં એક પદ્મ ભૂષણ અને 5 પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે. વર્ષ 2024 માં પુરસ્કાર મેળવનારાઓમાં 30 મહિલાઓ છે.

ગુજરાતના આ વિભૂતિયોને મળશે પદ્મશ્રી

શ્રી તેજસ મધુસુદન પટેલ, તબીબી ક્ષેત્ર, ગુજરાત

આ ગુજરાતના ‘અનસંગ હીરો’ને પદ્મશ્રી થી નવાજવામાં આવશે:

શ્રી રઘુવીર ચૌધરી-સાહિત્ય અને શિક્ષણ-ગુજરાત

શ્રી યઝદી માણેકશા ઇટાલિયા-મેડિસિન-ગુજરાત

શ્રી હરીશ નાયક (મરણોત્તર)-સાહિત્ય અને શિક્ષણ-ગુજરાત

શ્રી દયાળ માવજીભાઈ પરમાર- દવા- ગુજરાત

શ્રી જગદીશ લાભશંકર ત્રિવેદી-કલા- ગુજરાત.