સુરત ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ ડુમસ વિસ્તારની સમસ્યા માટે કર્યું મહત્વનું કામ, જાણી કરશો પ્રસંશા

સુરત ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ ડુમસ વિસ્તારની સમસ્યા માટે કર્યું મહત્વનું કામ, જાણી કરશો પ્રસંશા

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : સુરત ચોર્યાસીના ઉત્સાહી અને સક્રિય ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ દ્વારા પોતાના વિસ્તારમાં લોકોને પડતી મુશ્કેલીઓને ઉકેલવા માટે સક્રિય પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં ડુમસ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યાના ઉકેલ માટે તેમણે સિંચાઈ મંત્રીને સંરક્ષણ દિવાલ બનાવવા માટે રજૂઆત કરી હતી

પ્રાપ્ત વિગતો અનુસાર 168 ચોર્યાસી વિધાનસભા માં સમાવિષ્ટ વોર્ડ નંબર 22 ના ડુમસ વિસ્તારમાં દરિયાઈ પાણી ભરાઈ જવાની સમસ્યાના ને કારણે આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સમસ્યાના ઉકેલ માટે 84 ના સક્રિય ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ દ્વારા સંરક્ષણ દિવાલ ના નિર્માણ માટે જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી આદરણીય મુકેશભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી.