સુરત : પૂર્વ કોર્પોરેટર અને AAP નેતા દિનેશ કાછડીયાએ SMC કમિશ્નર ને પત્ર લખી શુ કરી માંગ ? જાણો

સુરત : પૂર્વ કોર્પોરેટર અને AAP નેતા દિનેશ કાછડીયાએ SMC કમિશ્નર ને પત્ર લખી શુ કરી માંગ ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : સુરતમાં હાલમાં ઠેરઠેર રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે રસીકરણ ઓનલાઇન રજીસ્ટ્રેશન ને લઈને પણ કેટલી અગવડતા ઓ સામે આવી રહી છે. ત્યારે રસીકરણની અગવડતાઓ ને ધ્યાને લઇ સુરત મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર તેમજ આમ આદમી પાર્ટીના નેતા દિનેશ ભાઈ કાછડીયા એ સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની ને એક પત્ર લખ્યો છે અને ઝડપથી આ અગવડતાઓનું નિરાકરણ લાવવા માટે અપીલ કરી છે.

દિનેશભાઇ કાછડીયાનો પત્ર......

પ્રતિ કમિશ્નર શ્રી,
બંછાનિધિ પાની સાહેબ,
સુરત મહાનગર પાલિકા,
સુરત શહેર.

વિષય: વેક્સિન માટે સ્લોટ બુક કરવામાં પડતી અગવડતા બાબત.

આદરણીય શ્રી સાહેબ, જય ભારત સાથ જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસોથી સુરત ની જનતા ને વેક્સિન ના સ્લોટ બુક કરતી વખતે પડતી અગવડતા બાબત આપનું ધ્યાન દોરવા માંગુ છું. વેક્સિન માટે લોકો જ્યારે બુકિંગ ની પ્રોસેસ માંથી પસાર થાય છે તે દરમિયાન એક તો વસ્તી પ્રમાણે ડોઝ ઓછા મળતા હોવાની પણ ફરિયાદો છે બીજી એ કે જે ડોઝ ફાળવાય છે તે ઉપલબ્ધ હોવા છતાં બુક થતા નથી, વારંવાર બુકિંગ માટે મહેનત કરતી વખતે કા તો ફરી પાછી બધી પ્રોસેસ કરવાનું કહે છે અથવા ટાઇમ આઉટ બતાવે છે અથવા સ્લોટ ફૂલ બુક બતાવે છે, આવી સ્થિતિમાં વેક્સિન માટેની સાઈટ હેક થઈ ગઈ હોય તેવી આશંકા પણ છે, જેના કારણે સમય નો ખાસ્સો  દુરુપયોગ થાય છે અને સામાન્ય માણસ તો આ કરી પણ શકવાનો નથી. આ પ્રક્રિયાને બદલે એક વાર આધાર કાર્ડ નાખી રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તેમને એક દિવસ અગાઉ જે સેન્ટર સિલેક્ટ કર્યું હોય તેમાં, માત્ર મેસેજ દ્વારા જાણ કરી OTP દ્વારા વેરીફીકેશન કરી વેક્સિન મુકવા માટેની સેમી ઓનલાઇન વ્યવસ્થા કરાવો તેવી આશા છે. આવી સ્થિતિમાં સુરતી જનોને વેક્સિનેશન માં કોઈ અગવડતા ના પડે તે માટે ત્વરિત પગલાં લઈ યોગ્ય નિરાકરણ લાવશો તેવી અપેક્ષા.
આભાર સાથે...

લી. દિનેશ કાછડીયા
(સુરત મહાનગર પાલિકા પૂર્વ કોર્પોરેટર)