સુરત : દિવાળીમાં સિટી બસમાં ફ્રી મુસાફરીની ભાજપ શાસકોની દરખાસ્તને મ્યુનિસિપલ કમિશ્નરે ફગાવી દીધી, કારણ છે ચોંકાવનારું

સુરત : દિવાળીમાં સિટી બસમાં ફ્રી મુસાફરીની ભાજપ શાસકોની દરખાસ્તને મ્યુનિસિપલ કમિશ્નરે ફગાવી દીધી, કારણ છે ચોંકાવનારું

આમ આદમી પાર્ટીની ફ્રી પોલીસીનો વિરોધ કરનારા ભાજપ શાસકો હવે ફ્રી ની રેવડી માટે હરખ પદુડા કેમ બન્યા ? ચર્ચાતો સવાલ

મ્યુનિસિપલ કમિશ્નર શાલીની અગ્રવાલ હંમેશા નીડરતાભર્યા નિર્ણયો લેવામાં અગ્રેસર છે

કમિશનર શાલીની અગ્રવાલ ના કાર્યકાળ દરમિયાન સુરતના વિકાસ કાર્યો ખૂબ જ ઝડપી બન્યા છે

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) :  સસ્તી પ્રસિદ્ધિ માટે 9 નવેમ્બર થી 19 નવેમ્બર સુધી બાળકો અને મહિલાઓને ફ્રી મુસાફરી માટે ની જાહેરાત ભાજપના નગરસેવકોએ મોટા ઉપાડે કરી નાખી હતી. પરંતુ વહીવટીય કાર્યદક્ષતા ધરાવતા મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ એ ભાજપના શાસકોની સસ્તી પ્રસિદ્ધિ માટેની જાહેરાત પર પાણી ફેરવ્યું હતું. ભાજપના શાસકોએ ફ્રી મુસાફરી માટે મોકલેલી દરખાસ્તને વહીવટીય ટેકનિકલ કારણોસર કમિશનરે નામંજૂર કરી દેતા ભાજપના શાસકોનો સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્લાન નિષ્ફળ ગયો હતો.

ચૂંટણી ટાણે ફ્રી નો વિરોધ કરનારા શાસકો દિવાળી પર્વમાં 9 નવેમ્બર થી 19 નવેમ્બર સુધી મહિલાઓ અને બાળકોને ફ્રી મુસાફરીનો લાભ આપી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તત્પર બન્યા હતા અને તેમણે આ માટે દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર ને મોકલી હતી. આ નોંધને જાણે જાહેરાત સમજીને કોર્પોરેટરોની સાથે તમામ દ્વારા સોશિયલ મીડિયામાં વાઈરલ પણ કરી દેવામાં આવી હતી પરંતુ ટેકનિકલ ગૂંચને કારણે મ્યુનિ.કમિ.એ આ ફ્રીની મુસાફરીને મંજૂરી નહીં આપતાં જાહેરાતનું સૂરસૂરિયું થઈ ગયું હતું.

સુરત મહાપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસમાં જો કોઈને ફ્રી મુસાફરી કરવા દેવી હોય તો મામલે બસ સેવા ચલાવતી સિટીલિંકના બોર્ડમાં ઠરાવ કરવો પડતો હોય છે પરંતુ આવો કોઈ ઠરાવ થયો ન હોવાથી મ્યુનિસિપલ કમિશનરી શાસકોની આ માગણીને ફગાવી દીધી હતી. તો બીજી બાજુ રક્ષાબંધન પર્વ દરમિયાન જે મહિલાઓને અને બાળકોને ફ્રી મુસાફરી કરવામાં આવી હતી તેને લઈને અગાઉથી જ ઠરાવ કરવામાં આવ્યો હતો. જેને પરિણામે ફ્રી સેવાનો લાભ મળ્યો હતો.