અંગ્રેજો સાથે બાથ ભીડનાર રાજકોટના 95 વર્ષીય સ્વાતંત્ર સેનાનીએ માત્ર ત્રણ દિવસમાં જ કોરોનાને હરાવ્યો, જાણો-કેવી રીતે ?

અંગ્રેજો સાથે બાથ ભીડનાર રાજકોટના 95 વર્ષીય સ્વાતંત્ર સેનાનીએ માત્ર ત્રણ દિવસમાં જ કોરોનાને હરાવ્યો, જાણો-કેવી રીતે ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ, રાજકોટ :   હાલમાં કોરોનાને પરિણામે ચારેબાજુ ડર નો એક પ્રકાર નો માહોલ છે. જે દર્દી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે એવા અનેક દર્દીઓ માનસિક રીતે હતાશ થઈ જાય છે પરિણામે ઘણી વખત જિંદગીથી હાથ ધોઈ બેસે છે. ત્યારે આવા નકારાત્મક વિચારસરણી વાળા કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે રાજકોટના ૯૫ વર્ષના સ્વાતંત્ર્ય સેનાની હકારાત્મક વિચારોથી કોરોના ને કેવી રીતે હરાવી શકાય છે એનું એક ઉત્તમ ઉદાહરણ બન્યા છે.

રાજકોટના મેંદરડા ગામના વતની 95 વર્ષીય મનુભાઇ વિઠલાણીએ માત્ર ત્રણ દિવસમાં કોરોનાને મ્હાત આપી છે. મનુભાઈએ ગાંધીજી સાથે સ્વતંત્રતાના સંગ્રામમાં ભાગ લીધો હતો. 14 વર્ષની ઉંમરે ગાંધીજીને મળ્યા બાદ મનુભાઈએ તેમના ગામમાંથી અંગ્રેજોને હદપાર કર્યા હતા. આમ શરૂઆતથી જ મક્કમ મનોબળ ધરાવતા મનુભાઈએ ૯૫ વર્ષની ઉંમરે પણ કોરોના ને મહાત આપીને આજની કોરોના ના ચેપથી ડરી ગયેલી આ પેઢીને એક નવો જોમ અને જુસ્સો પૂરો પાડ્યો છે.