અંકશાસ્ત્રનો જાદુ! પગમાં પહેરવા માટે ચપ્પલ પણ ન હતા, તો પણ આ વ્યક્તિએ ઊભી કરી દીધી 7300 કરોડની કંપની

અંકશાસ્ત્રનો જાદુ! પગમાં પહેરવા માટે ચપ્પલ પણ ન હતા, તો પણ આ વ્યક્તિએ ઊભી કરી દીધી 7300 કરોડની કંપની

Mnf net work:  દિલ્હીઃ 12 વર્ષની ઉંમરમાં પગમાં ચપ્પલ ન હતા, કોલેજ શરૂ થયા પહેલા સારા કપડાં ન હતા. આટલી ગરીબી જોયા બાદ પણ આ વ્યક્તિએ તેની મહેનતના દમ પર 7300 કરોડની કંપની ઊભી કરી દીધી છે. કહેવાય છે કે, કઠોર મહેનત, લગનની સાથે જો કિસ્મત પણ સાથે આપે તો માણસ ઊંચામાં ઊંચી સફળતા પ્રાપ્ત કરી શકે છે. આવું જ કંઈક હરિયામાની એક નાના ગામથી નીકળેલા જે. સી ચૌધરી સાથે થયું છે, જે હવે દિલ્હીના દિગ્ગજ કારોબારીઓમાં સામેલ છે.

સંધાધનોના અભાવમાં પણ જે સી ચૌધરીએ જે મુકામ હાંસિક કર્યં છે, તેનાથી તેમણે લાખો યુવાન ઉદ્યોગ સાહસિકોને પ્રેરિત કર્યા છે. આકાશ ઈન્સ્ટીટ્યૂટના ફાઉન્ડર જે સી ચૌધરીએ આજે એક જાણીતું નામ છે. આવો જાણીએ તેમના સંઘષ અને સફળતાની રસપ્રદ સ્ટોરી.

નાનકડા ગામથી કરી શરૂઆત- DNAની રિપોર્ટ પ્રમાણે, હરિયાણાના સેવલી ગામના વતની જે સી ચૌધરીને પણ તક મળી, જેનો તેમણે ભરપૂર લાભ ઉઠાવ્યો. તેમણે 1972માં પિલાનીમાં પ્રતિષ્ઠિત બિડલા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સથી MSEનો અભ્યાસ પૂર્ણ કર્યો. અભ્યાસ બાદ તેઓ ટીચિંગ પ્રોફેશનમાં લાગ્યા. કઠોર મહેનત અને પ્રતિભાના દમ પર જે સી ચૌધરી દિલ્હી સ્કૂલના પ્રિન્સિપાન બની ગયા. પરંતુ, તે પોતાની આ સફળતાનો શ્રેય અંકશાસ્ત્રને આપે છે. એવું એટલા માટે, કારણ કે 1984માં ચૌધરીને તેમની જન્મતારીખમાં છુપાયેલ સફળતાનું રહસ્ય સમજાયું હતું.

અંકશાસ્ત્રમાં ઊંડો વિશ્વાસ- ફોર્બ્સ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે, તેમના તેમના બનેવી દ્વારા અંકશાસ્ત્રનો પરિચય થયો હતો. તેમને જલ્દી સમજાયું કે, તેમના જીવમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, તે તેમની જન્મતારીખ સાથ મેળ નથી બેસાડતું. ત્યારબાદ તેઓ ઘરે પરત આવી ગયા અને જન્મતારીખનો મેળ બેસાડ્યો અનેતે રેકોર્ડમાં તેની વાસ્તવિક જન્મ તારીખથી અલગ હતી. તેઓ તેમની મોટાભાગની સફળતાનો શ્રેય અંકશાસ્ત્રને આપે છે. તેણે પોતાની શૈક્ષણિક સંસ્થા માટે જમીન ખરીદવા, ફીનું માળખું નક્કી કરવા અને અન્ય વ્યવસાયિક નિર્ણયો લેવા જેવી બાબતોમાં અંકશાસ્ત્રની મદદ પણ લીધી હતી.

 ઊભો કરી દીધો 7,300 કરોડનો કારોબાર- નોકરીમાંથી રાજીનામું આપીને જે સી ચોધરીએ 1988માં આકાશ ઈન્સ્ટીટ્યૂટની સ્થાપના કરી, જે બાદમાં આકાશ એજ્યુકેશનલ સર્વિસિઝ લિમિટેડના નામથી ઓળખાયું. માત્ર 12 વિદ્યાર્થીઓની સાથે તેમના કોચિંગ સેન્ટરની શરૂઆત કરનારા જે સી ચૌધરી આજે આકાશ ઈન્સ્ટીટ્યૂટમાં લાખો વિદ્યાર્થીઓને ભણાવે છે