સુરતના વેપારીઓ 'રામમય' બન્યા, 6.5 મીટરના કાપડમાં સાડી બનાવી

સુરતના વેપારીઓ 'રામમય' બન્યા, 6.5 મીટરના કાપડમાં સાડી બનાવી

સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં વિશેષ તૈયારી

ડિજિટલ પ્રિન્ટિંગ ફેબ્રિકસ તૈયાર કરવામાં આવ્યું

અયોધ્યાના રામ મંદિરના દ્રશ્યોવાળી પ્રિન્ટિંગ

Mnf network: દેશભરમાં અયોધ્યા ધામમાં ભગવાન રામના બિરાજમાનને લઇને તહેવારનો માહોલ જામ્યો છે. આગામી 22 જાન્યુઆરીએ રામલલ્લા પોતાની જન્મ ભૂમિમાં 500 વર્ષ બાદ ફરી એકવાર બિરાજમાન થવાના છે.

ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ દિવસે ઉજવાશે. સમગ્ર દેશ આ દિવ્ય દિવસના સહભાગી થવામાં લાગ્યો છે, ત્યારે સુરતમાં કાપડ વેપારી પણ રમલ્લાના રંગમાં આવ્યા છે.

આ વચ્ચે સુરતના ઉધના ખાતે વન ટચ ડાઈંગ-પ્રિન્ટિંગ માસ્ટર કમલેશ પટેલે વેટલેસ ફેબ્રિક્સ પર અયોધ્યાના રામ મંદિર અને નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિનું ડિજિટલ પ્રિન્ટિંગ ફેબ્રિક્સ તૈયાર કરાવ્યું છે. વેપારી સજ્જન મહર્ષિ અને કમલેશ પટેલે વિચાર બાદ મોદી સાથે અયોધ્યાના રામ મંદિરના દ્રશ્યોવાળી ડિજિટલ પ્રિન્ટિંગ સાડી તૈયાર કરાવી છે. આ માટે 6.5 મીટરની સાડીમાં આ ડિઝાઇન પ્રિન્ટ કરવામાં આવી છે. જેનો બેનર તરીકે ઉપયોગ કરી શકાશે. કેસરી કલરમાં આ ફેબ્રિક્સનો ઉઠાવ વધુ આવે છે. સુરતની કાપડ માર્કેટ્સમાં અયોધ્યા રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસને વધાવવા માટે જુદા-જુદા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

સિલ્કના કાપડ ઉપર ડિજીટલ પ્રિન્ટ કરાવી છે. જેના પર ભગવાન રામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે અયોધ્યાના રામ મંદિર ની હુબહુ છબી ઉતારવામાં આવી છે. આ સાડી જોવા વિવિધ સ્થળોથી લોકો કાપડ વેપારીઓનો સંપર્ક કરી રહ્યા છે.