ભારતની એ જગ્યા, જ્યાં હમેશા રહે છે વરસાદ, બનાવી દીધો છે રેકોર્ડ

ભારતની એ જગ્યા, જ્યાં હમેશા રહે છે વરસાદ, બનાવી દીધો છે રેકોર્ડ

ચેરાપુંજીથી 15 કિલોમીટરના અંતરે આવેલું છે માસિનરામ

અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 11,871 મીલિમીટરનો છે

1985માં અહીં 26 હજાર મીલિમીટર વરસાદ નોંધાયો હતો

દુનિયાની સૌથી વધારે ભેજવાળી જગ્યાને માટે જાણીતી છે. તેનું નામ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. ઉલ્લેખનીય છે કે માસિનરામ મેંબંગાલની ખાડીના કારણે ભેજવાળું રહે છે. 

તમને જાણીને નવાઈ લાગશે કે અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 11871 મિલિમીટરનો છે. આ વરસાદ એટલો વધારે છે કે બ્રાઝિલના રિયો ડિ જેનેરિયાના ક્રાઈસ્ટની 30 મીટર ઉંચા સ્ટેચ્યૂના ઘૂંટણ સુધી પાણી આવી જાય, વર્ષ 1985માં આ જગ્યા પર 26 હજાર મિલિમીટર વરસાદ નોંધાયો હતો. જે પોતે પોતાનામાં એક રેકોર્ડ છે.

માસિનરામમાં એટલો વરસાદ રહે છે કે તેણે ચેરાપૂંજીને પણ પાછળ છોડી દીધું છે. માસિનરામથી ચેરાપૂંજી 15 કિલોમીટરના અંતરે છે. ચેરાપૂંજીમાં માસિનરામની તુલનામાં 100 મિલિમીટર ઓછો વરસાદ છે. માસિનરામના બાદ ચેરાપૂંજી એક એવી જગ્યા છે જ્યાં સોથી વધારે વરસાદ પડે છે.

જો ઈતિહાસના સૌથી વધારે વરસાદની વાત કરવામાં આવે તો હજુ પણ ચેરાપૂંજી પહેલા નંબરે છે. 2014માં ઓગસ્ટમાં ચેરાપૂંજીમાં 26470 મિલિમીટરનો વરસાદ થયો હતો. આ આંકડા ચોંકાવનારા છે. જો તમે દર વર્ષની સરેરાશ કાઢશો તો આ અંતર ઘણું ઓછું છે. એટલે કે માસિનરામ દુનિયાની સૌથી વધારે વરસાદ વાળી જગ્યા છે.  2 જગ્યાઓ સિવાય કોલંબિયાના 2 ગામ છે જ્યાં સૌથી વધારે વરસાદ જોવા મળે છે. આ બંને જગ્યાના નામ છે લાઈઓરો અને લોપેજ ડે મિસી, જે ઉત્તર પશ્ચિમી કોલંબિયામાં વસ્યા છે. પણ છેલ્લા 30 વર્ષનો ડેટા કહે છે કે ભારતની 2 જગ્યા છે જે વરસાદને લઈને પહેલા અને બીજા નંબરે આવે છે. કોલંબિયાની આ જગ્યાઓ પર સરેરાશ વાર્ષિક 300 દિવસ સુધી વરસાદ રહે છે.