વાઇબ્રન્ટ ગુજરાત 2024 : બ્રિટિશ હાઇ કમિશનની ટીમનું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા સ્વાગત કરાયું

વાઇબ્રન્ટ ગુજરાત 2024 : બ્રિટિશ હાઇ કમિશનની ટીમનું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા સ્વાગત કરાયું

Mnf network: વાઇબ્રન્ટ ગુજરાત 2024માં ભારત અને UK વચ્ચેના સંબંધો આગામી દિવસોમાં વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેમાં બ્રિટિશ હાઇ કમિશનની એક ટીમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભારતમાં નવા રોકાણો તથા નવા કરારોની ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આ પ્રસંગે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનની ટીમ બ્રિટિશ હાઇકમિશનર અને તેમની ટીમ સાથે રહેં.

વાઇબ્રન્ટ ગુજરાત 2024 અંતર્ગત આ કાર્યક્રમ અમદાવાદની આઇ.ટી.સી નર્મદા હોટલમાં યોજાયો. આ કાર્યક્રમમાં લોર્ડ તારીક અહેમદ ઓફ વીંબલડન (લંડન), સ્ટેફીન હીકલીંગ (બ્રિટિશ ડેપ્યૂટી હાઇ કમિશનર ટુ ગુજરાત એન્ડ રાજસ્થાન) તેમજ બ્રિટિશ હાઇ કમિશનનની ટીમના સભ્યો હાજર રહ્યાં હતા.

આ પ્રસંગે મોટી સંખ્યામાં જુદી જુદી સંસ્થાઓ જે બ્રિટિશ હાઇ કમિશન સાથે જોડાયેલા છે. તેવી અનેક સંસ્થાઓના સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.