આપણે મૃત્યુથી નહીં, પ્રમાદથી મરીએ છીએ

આપણે મૃત્યુથી નહીં, પ્રમાદથી મરીએ છીએ

Mnf network :  જીવનનાં મૂલ્યો એના ઓશીકા નીચે જ પડ્યાં છે, જેને મેળવવા માટે ઓરડા જેવી આખી દુનિયામાં ફાંફાં મારે છે, પરંતુ ખુદના તકિયાને તપાસતો નથી. જો નીજમાં તપાસ થાય તો એ મૂલ્યો પણ જડી જાય અને જીવન પણ સુધરી જાય. એક વાત યાદ રાખજો, સર્જનહારે કમ્પ્યુટરમાં બધો જ પ્રોગ્રામ આપેલો જ છે. આપણે તો એનો ઉપયોગ કરવાનો છે. બધું જ અસ્તિત્વએ આપેલું જ છે.

જેનામાં ચાર વાત છે તે મહાવીર છે. આ કઈ ચાર વાત એ જરા જાણો. પહેલી વાત છે, આહાર સંજ્ઞા-ભોજનના તણાવથી જે મુક્ત છે. બીજા નંબરે છે, ભય સંજ્ઞા. ત્રીજા નંબરે આવે, પરિગ્રહ સંજ્ઞા અને ચોથા સ્થાને છે, મૈથુન સંજ્ઞા. આ ચારથી જે મુક્ત છે, આ ચારથી જે પર છે, તે મહાવીર છે.

ભોજનની અભિરુચિ તાણ છે તો કામના પણ તાણ છે. આ બધી તાણથી પશુ મુક્ત છે. બધામાં એક મધમાખી જરા જુદી છે, મધમાખી થોડો સંગ્રહ કરે છે, પણ બાકી કોઈ પશુમાં તાણ નથી હોતી. તમે જુઓ, ક્યારેય જોયું કે સિંહ છે એ શિકાર કરીને ખોરાકની સાચવણી કરે. અરે, હરણને પણ મનમાં એવું નથી આવતું કે ચાલો હું થોડું ઘાસ અહીંથી લઈને જ્યાં રહું છું ત્યાં લઈ જાઉં. એ બધાને ભરોસો છે પરમાત્મા પર અને એટલે જ પશુઓ ક્યારેય તાણ અનુભવતાં નથી. એ પશુઓને તો પ્રણામ કરવાં જોઈએ. 

મનુષ્યમાં જ સૌથી વધારે તાણ કામનાની હોય છે. કામના વૈરાગ્યને મૂર્છિત કરી શકે, પણ એ વૈરાગ્યને સમાપ્ત નથી કરી શકતી. વૈરાગ્ય ક્યારેક એવો મૂર્છિત થઈ જાય છે કે સમય પર જાગતો નથી. ત્યાં પણ કોઈ મારુતિનો આશ્રય કરવો પડે છે. 

સંજીવનીની ચાર ગુફા છે : વિષલ્ય કાર્ય-શૂળ નીકળી જાય છે. સંધાન કાર્ય-સ્વર્ણ કાર્ય, જીવનપ્રદાતા, મૃત્યુ નિવારણ.

વિકારોએ આપણને માર્યા છે. હનુમાનજી એનાથી મુક્ત કરી દે. આપણે પ્રભુથી દૂર છીએ. એનું સંધાન કરી દે, જોડી દે. આપણી કામનાનો દાગ ન રહે. આપણે મૃત્યુથી નહીં, પ્રમાદથી મરી રહ્યા છીએ. આ પ્રમાદ પર કાબૂ કરનારો પ્રભુની સમીપ જતો હોય છે, પણ કહ્યું એમ, એની માટે વિકારોને મારવા પડે, એ વિકારોને જે વિકારોએ આપણને માર્યા છે. હનુમાનજી એનાથી મુક્ત કરે છે, પણ એ મુક્તિનો ભાવ કેળવવો એ તો આપણા હાથમાં છે, માટે હંમેશાં એક વાત યાદ રાખવી, મૃત્યુથી મરવું, પણ પ્રમાદથી નહીં.