ગજાનનના ભાલ પર ત્રિશૂળ-તિલક શું કામ?

ગજાનનના ભાલ પર ત્રિશૂળ-તિલક શું કામ?

Mnf net work: મહાદેવના હથિયાર એવા ત્રિશૂળનું તિલક ગજાનનના મસ્તક પર શું કરે છે  હકીકતમાં તો એ તિલક મહાદેવજીના શિરે હોવું જોઈએ, પણ એવું નથી. મહાદેવના મસ્તક પર ત્રિપુંડ છે. તે પણ ત્રણ શૂળના બનેલા ત્રિશૂળનું તિલક નથી કરતા.

અલગ-અલગ ત્રણ પુરાણમાં આનો ઉલ્લેખ છે.ત્રિશૂળનું આ તિલક બીજા કોઈએ નહીં પણ ખુદ મહાદેવે પોતાના સ્વહસ્તે ગજાનનના શિરે કર્યું હતું અને એ પણ ત્યારે જ્યારે ગજાનન પર ચંડકોષી રાક્ષસના વધની જવાબદારી મૂકવામાં આવી. ચંડકોષીને કારણે જ્યારે ઋષિમુનિઓ પોતાની હવનક્રિયા પૂરી નહોતા કરી શકતા ત્યારે ઋષિમુનિઓ કૈલાસધામમાં મહાદેવને ફરિયાદ કરવા ગયા અને ચંડકોષીના વધ માટે કહ્યું. બાળગણપતિને જોઈને થોડી ક્ષણો માટે ઋષિમુનિઓ પણ ગભરાયા કે આ બાળક કેવી રીતે ચંડકોષી જેવા અપાર શક્તિ ધરાવતા રાક્ષસનો વધ કરી શકે? આરક્ય નામના એક ઋષિવરે મનમાં આવેલી આ શંકાને મહાદેવ પાસે વર્ણવી ત્યારે મહાદેવે જાતે જઈને ત્રિશૂળનું તિલક પોતાના હાથે ગજાનનની ભાલ પર કર્યું અને ઋષિમુનિઓને કહ્યું કે તમારી ધારણા કરતાં પણ ઓછા સમયમાં આ કાર્ય ગણેશ પૂરું કરશે.

ઋષિમુનિઓના ઝુંડે કહ્યું કે શું તે પાંચ દિવસમાં ચંડકોષીનો વધ કરી શકશે? 

હકીકત એ હતી કે પાંચ દિવસ પછી પૂનમ આવતી હતી, જે દિવસે ઋષિવરોએ મહાઅગ્નિહોત્રીનું આયોજન કર્યું હતું. ઋષિઓ નહોતા ઇચ્છતા કે એ કાર્યમાં કોઈ વિઘ્ન આવે, પણ મહાદેવે કહી દીધું કે આ કાર્ય ગણેશ ત્રણ દિવસમાં પૂરું કરશે.

ચંડકોષીની મોટામાં મોટી તાકાત જો કોઈ હોય તો એ કે તે ઘડીના છઠ્ઠા ભાગમાં કોઈનું પણ રૂપ લઈ શકતો હતો. ગણેશ સાથેના ભીષણ યુદ્ધમાં તેણે ભાતભાતનાં રૂપ લીધાં, પણ ગણેશ ચંડકોષીના છળમાં સપડાયા નહીં અને એની પાછળનું કારણ હતું મસ્તક પર રહેલું ત્રિશૂળનું તિલક. મહાદેવે એ તિલક દ્વારા ગજાનનને વાસ્તવિકતા જોવાની અને સમજવાની શક્તિ આપી