બનાસકાંઠા : વડગામમાં દિવાલ ઉપર ' મેવાણી હટાવો, વડગામ બચાવો ' ના સૂત્રોચ્ચાર લખનાર કોણ ? રાજકારણ ગરમાયુ

બનાસકાંઠા : વડગામમાં દિવાલ ઉપર ' મેવાણી હટાવો, વડગામ બચાવો ' ના સૂત્રોચ્ચાર લખનાર કોણ ? રાજકારણ ગરમાયુ

હાલમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે,ત્યારે મેવાણી વિરુદ્ધ ના પોસ્ટર વોર થી રાજકારણ ગરમાયુ.

મોર્નિંગ ન્યુઝ ફોકસ, વડગામ :   બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક વડગામમાં દીવાલો ઉપર શુક્રવારની રાત્રે ' મેવાણી હટાવો, વડગામ બચાવો' ના સૂત્રો લખાતા એક નવો વિવાદ સર્જાયો છે.જો કે આ સૂત્રો કોણે લખ્યા તેને લઈને તરેહ તરેહની ચર્ચાઓ જાગી છે.

પ્રાપ્ત વિગતોનુસાર, 2017 માં વડગામ સીટ પરથી જીગ્નેશ મેવાણી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.જેમાં કોંગ્રેસે આ સીટ પર કોઈ ઉમેદવાર ન ઉભો રાખીને આડકતરી રીતે મેવાણીને સમર્થન કર્યું હતું.

જીગ્નેશ મેવાણી એક આંદોલનકારી નેતા છે,તેઓ હમેંશા સરકારની ખોટી નીતિઓ સામે લડતા આવ્યા છે.વિધાનસભા ગૃહમાં પણ તેઓ સરકારની બેવડી નીતિઓ સામે રોષ ઠાલવતા રહયા છે.

ત્યારે શુક્રવારની રાત્રે વળગામની દીવાલો પર જીગ્નેશ મેવાણી વિરુદ્ધ લખાયેલ સૂત્રોને લઈ સમગ્ર બનાસ કાંઠામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે,ત્યારે જોવું એ રહ્યું કે દીવાલો પર જીગ્નેશ મેવાણી વિરુદ્ધ સૂત્રો લખવાનું ષડયંત્રમાં કોણ સંડોવાયેલું હશે એ તો તપાસ બાદ જ ખબર પડી શકે છે !