વાયરલ વિડીયોએ જગાવી ચર્ચા : ઊંઝામાં મતદારોને રિઝવવા અપક્ષોને મળેલા ચૂંટણી ચિન્હોની વસ્તુઓનું વિતરણ ?

વાયરલ વિડીયોએ જગાવી ચર્ચા : ઊંઝામાં મતદારોને રિઝવવા અપક્ષોને મળેલા ચૂંટણી ચિન્હોની વસ્તુઓનું વિતરણ ?

ઘરે-ઘરે પગરવ વધ્યો છે, નવા નવા મહેમાનનું આગમન થવા લાગ્યું છે.હાથ જોડી મત માગવા ઉમેદવારો નીકળ્યા

ઊંઝામાં મતદારોને રિઝવવા અપક્ષોએ મળેલા ચૂંટણી ચિન્હોની વસ્તુઓનું વિતરણ શરૂ કર્યું ?

પ્રેશર કુકર, સ્ટીલ નો ઘડો, ચાની કીટલી સાથે મીઠાઇઓના પ્રલોભન ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના & દિખા સો લિખા) : ઊંઝા નગરપાલિકા ની ચૂંટણીમાં ભાજપની સામે કોંગ્રેસના એકપણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી પરંતુ ભાજપ ને ટક્કર આપવા અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જેઓ શહેરની દરેક સોસાયટીના મતદારો સમક્ષ ઉમેદવાર રૂપી મહેમાનો બની હાથ જોડી મત માગવા નીકળ્યા છે.

ભાજપે ટિકિટ ન આપતાં કેટલાક અસંતુષ્ટઓએ કામદાર પેનલ બનાવી અપક્ષમાં ઝંપલાવ્યું છે. ત્યારે અપક્ષ ઉમેદવારને ચૂંટણી પંચે ફાળવેલા નિશાન ચિન્હો જેવા કે પ્રેશર કુકર, ઘડા, ચાની કીટલી સાથે મીઠાઈનું વિતરણ કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો કિસ્સો સમગ્ર નગરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં ઘણા બધા પ્રેસર કુકર ના બોક્સ નજરે પડે છે.જેમાંથી કેટલાક બોક્ષ એક ખાનગી કારમાં ભરી ને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે. જોકે એવું મનાય છે કે આ વિડીયો ઊંઝા નગરપાલિકાના એ વોર્ડ નો છે કે જ્યાં અપક્ષોએ ઝંપલાવ્યું છે. ત્યારે ચોરે ને ચૌટે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે શું એક મત નું મૂલ્ય એ પ્રેશર કુકર, ચાની કીટલી, ઘડા જેવી ચીજ વસ્તુઓની કિંમત જેટલું જ છે ? જોકે મતદારોને રીઝવવા માં કોને કેટલી સફળતા મળશે એ તો આવનાર ચૂંટણી અને તેના પરિણામો પછી જ ખબર પડશે.