......અંતે સુરતને મળ્યા નવા મેયર અને ડે. મેયર : જાણો- કોની ક્યાં નિયુક્તિ થઈ ?

......અંતે સુરતને મળ્યા નવા મેયર અને ડે. મેયર : જાણો- કોની ક્યાં નિયુક્તિ થઈ ?
 મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. આ સાથે પરેશ પટેલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે વરણી કરવામાં આવી છે. જ્યારે અમિતસિંહ રાજપૂત શાસક પક્ષનાં નેતા બન્યા છે.
                                                                                           મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોની આજે પ્રદેશ ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે હેમાલી બોઘાવાલા, ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે પરેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપુત અને દંડક તરીકે વિનોદ પટેલની પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે.
                                                                                          રાજ્યમાં મહાનગરપાલિકામાં ચૂંટણીમાં ભાજપની મોટી જીત થઈ છે. અમદાવાદ, વડોદરા, ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી ચૂકી હતી. સુરત, જામનગર અને રાજકોટ મનપાના હોદ્દેદારોના નામોની જાહેરાત બાકી હતી ત્યારે આજે સુરત રાજકોટ અને જામનગરના મેયર સહિતના હોદ્દેદારોના નામ પણ જાહેર થયા છે. જેમાં રાજકોટના મેયર તરીકે CMના અંગત ડો. પ્રદીપ ડવ નવા મેયર અને ડેપ્યુટી મેયર તરીકે ડો. દર્શીતા શાહની વરણી થઈ છે. જ્યારે જામનગરના મેયર તરીકે બિનાબેન કોઠારી અને ડેપ્યુટી મેયર તરીકે તપન પરમારની વરણી થઈ છે.