સુરતમાં ખાનગી અને સહકારી બેન્કોએ લીધો મોટો નિર્ણય : કામકાજના સમયમાં કરાયો ફેરફાર, જાણી લો નહિ તો પસ્તાશો

સુરતમાં ખાનગી અને સહકારી બેન્કોએ લીધો મોટો નિર્ણય : કામકાજના સમયમાં કરાયો ફેરફાર, જાણી લો નહિ તો પસ્તાશો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :  સુરતમાં વધતા જતા કોરોના સંક્રમણ ને પરિણામે સ્થિતિ ખૂબ જ બગડી રહી છે. ત્યારે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક માસ્ક વિશેની જાગૃતતા નો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો ઘણીવાર mask વિના પણ ફરતા હોવાનું નજરે પડી રહ્યું છે. ત્યારે બીજીબાજુ સુરતમાં પણ લોકો સ્વયંભૂ lockdown તરફ પ્રેરાયા છે. ત્યારે સુરતમાં આવેલી 45 જેટલી સહકારી અને ખાનગી બેંકોએ એક મહત્વનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલી 45 જેટલી ખાનગી અને સહકારી બેંકોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં બેંકોનું કામકાજ બપોરે ૩ વાગ્યા સુધી જ ચાલશે. 45 જેટલી બેંકોની 350 જેટલી શાખાઓ સુરતમાં આવેલી છે. જોકે રાષ્ટ્રીયકૃત બેંકોના સમયમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરાયો નથી. અત્રે નોંધનીય છે કે સુરતમાં વધતા જતા કોરોના સંક્રમણ ને પગલે સહકારી અને ખાનગી બેંકો એ આ નિર્ણય લીધો છે. અત્રે નોંધનીય છે કે બેંકોમાં પણ આવતા અરજદારો નું ફરજિયાત સ્ક્રિનિંગ અને સેનેટાઈઝર કરવામાં આવે છે તેમજ માસ્ક વિનાના લોકોને બેંકમાં પ્રવેશવા દેવા નથી.