ઊંઝામાં કોરોનાના દર્દીઓને ઘરે બેઠાં બેઠાં હોસ્પિટલ કરતાં પણ મળશે ઉત્તમ સારવાર ની સુવિધા, માત્ર કરવું પડશે આ કામ

ઊંઝામાં કોરોનાના દર્દીઓને ઘરે બેઠાં બેઠાં હોસ્પિટલ કરતાં પણ મળશે ઉત્તમ સારવાર ની સુવિધા, માત્ર કરવું પડશે આ કામ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા (જશવંત પટેલ) :  ઊંઝા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ન ફેલાય તે માટે ધારાસભ્ય ડો.આશાબેન પટેલના નેતૃત્વમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસના સ્વૈચ્છિક lockdown નો નિર્ણય લેવાયો હતો. તેમજ આ lockdown દરમિયાન શહેરના માર્ગોને સેનેટાઈઝ કરાયા હતા. જોકે ઊંઝામાં કોરોનાનો ચેપ કોઈ દર્દીને લાગે તો તેણે હોસ્પિટલ માં દાખલ થવાની જરૂર ન પડે અને ઘરે બેઠા બેઠા જ નિષ્ણાત ડોક્ટરની સલાહ અને સારવાર મળતી રહે એવી વ્યવસ્થા મહેસાણા જિલ્લા આરોગ્ય શાખા અને જિલ્લા આઈ.એમ.એ દ્વારા કરવામાં આવી હોવાનું ઊંઝા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ઊંઝા તાલુકા આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ covid 19 ના દર્દીઓની હોસ્પિટલમાં દાખલ ન થવું પડે  તે માટે આરોગ્ય વિભાગ દ્વારા દૈનિક ફોલો અપ હોમ આઇસોલેશન પેકેજ ની વ્યવસ્થા ઊંઝા તાલુકા આરોગ્ય વિભાગ અને શહેરના તબીબો દ્વારા ઉભી કરવામાં આવી છે. જેમાં કોવિડ-19 હોમ કેર પેકેજમાં દર્દીને ઘરે બેઠાં બેઠાં નિષ્ણાત ફિઝીશિયન ની સલાહ મુજબ નીચે મુજબની સેવાઓ ઉપલબ્ધ થશે.જેમાં દર્દીએ 10 દિવસનો ચાર્જ માત્ર 3 હજાએ રૂપિયા જ ચૂકવવાનો રહેશે.

ઉપલબ્ધ સુવિધાઓ...

(1) નર્સ/ મેડિકલ એટેન્ડન્સ દ્વારા 5 વખત હોમ વિઝીટ

(2) ડોકટર દ્વારા ઓનલાઈન બે વાર કન્સલ્ટેશન

(3) નર્સ/મેડિકલ એટેન્ડન્સ દ્વારા ઓનલાઈન કન્સલ્ટેશન 8 વાર

(4) ડાયટીશિયન દ્વારા 1 વાર ઓનલાઈન કન્સલ્ટેશન

હોમ આઇસોલેશન કેર માં સમાવિષ્ટ ઊંઝાના ડોકરોની યાદી

(1) ડો.કનક શાહ (સંજીવની હોસ્પિટલ, ઊંઝા) મો.9898053686

(2) ડો.અશ્વિનભાઈ પટેલ ( સુવિધા હોસ્પિટલ, ઊંઝા ) મો.9825265265

(3) ડો.કલગીબેન શાહ ( મા ઉમા મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ, ઊંઝા) મો.9909982281

(4) ડો.સિદ્ધાર્થભાઈ પટેલ ( વિનાયક હોસ્પિટલ, ઊંઝા) મો.9913972679

અત્રે નોંધનીય છે કે જો મેડિકલ ઓફિસર દ્વારા હોમ વિઝીટ કરાશે તો એનો ચાર્જ 500 રૂપિયા અલગથી લેવામાં આવશે.આ ઉપરાંત લેબોરેટરી ચાર્જ અને દવાના બીલનો પેકેજમાં સમાવેશ થતો નથી. અત્રે નોંધનીય છે કે જે કોરોના ના દર્દીઓ હોસ્પિટલમાં જઈને સારવાર લેવા માગતા હોય તેમના માટે પણ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સેવા ઉપલબ્ધ તો છે જ પરંતુ જે દર્દીઓ ઘરે રહીને સારવાર મેળવવા માગતા હોય તેમના માટે આ પેકેજ ની વ્યવસ્થા કરાઈ છે. જોકે આ પેકેજ આરોગ્ય વિભાગે સ્થાનિક ડો સાથે સંકલન કરીને જાહેર કર્યું છે જે ફરજીયાત નથી.