Breaking : રૂપાણી સરકારના ભાજપના ધારાસભ્ય સહિત 25 નબીરા જુગાર રમતા પકડાયા, પોલીસને રેડમાં દારૂ પણ મળ્યો

Breaking : રૂપાણી સરકારના ભાજપના ધારાસભ્ય સહિત 25 નબીરા જુગાર રમતા પકડાયા, પોલીસને રેડમાં દારૂ પણ મળ્યો

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાતની રૂપાણી સરકાર એક બાજુ ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવાઓ કરી રહી છે પરંતુ હકીકત એ છે કે ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિઓ રૂપાણી સરકારના શાસનમાં ફૂલીફાલી છે. જેની પ્રતીતિ કરાવતો કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો છે. જેમાં ભાજપના જ ધારાસભ્ય જુગાર અને દારૂની પાર્ટી કરતા ઝડપાયા હોવાના સમાચારો થી ખળભળાટ મચી ગયો છે.

પંચમહાલના શિવરાજપુર નજીક આવેલા ઝીમીરા રિસોર્ટમાં પોલીસે અચાનક રેડ કરતા 25 જેટલા નબીરોઓને જુગટું રમતા રંગેહાથ ઝડપી લીધા છે. જેમાં 1 ધારાસભ્ય પણ હોવાનું સામે આવ્યું છે. આ ધારાસભ્ય ભાજપની માતર બેઠકના કેસરીસિંહ છે. આ તમામ લોકો જુગારની સાથે દારૂ પાર્ટી પણ કરી રહ્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, નડિયાદ જિલ્લાના માતર બેઠકથી ભાજપના ધારાસભ્ય જુગાર રમતા ઝડપાયા છે. પંચમહાલ જિલ્લાના શિવરાજપુર પાસે આવેલા જીમીરા રિસોર્ટમાં જુગાર રમતાં તેમને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. ભાજપના માતર બેઠકના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અન્ય લોકો સાથે જુગાર રમતા હતા ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને ત્યાંથી દારૂ પણ મળ્યો હોવાની ચર્ચા છે.

મળતી વધુ વિગતો અનુસાર પંચમહાલ એલસીબીએ બાતમીના આધારે હાલોલના શિવરાજપુર સ્થિત જીમીરા રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા. જેમાં દારૂ સાથે જુગારધામ ઝડપી પાડ્યું હતું. જેમાં એલસીબીએ માતરના ધારાસભ્ય સહિત 18 પુરૂષો અને 7 મહિલાને ઝડપી પાડી હતી. મહિલાઓમાં 3 નેપાળી અને બાકીની સ્થાનિક છે. જ્યારે એલસીબીએ દારૂની 9 બોટલ પણ કબજે કરી છે. પોલીસે ધારાસભ્ય સહિતના ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.