Breaking : ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મેહતા નું 97 વર્ષની ઉંમરે નિધન

Breaking : ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મેહતા નું 97 વર્ષની ઉંમરે નિધન

ગુજરાત સમાચારમાં છપાતી તેમની તસવીરો નીચેનું લખાણ તસ્વીર ને જીવંત બનાવી દેતું.

97 વર્ષની ઉંમરે ઝવેરીલાલ મહેતાનું થયું અવસાન

ગુજરાત રાજ્યના ૧૩ મુખ્યમંત્રીઓના જીવન અને સમયગાળાનું દસ્તાવેજીકરણ કરવા માટે લોકપ્રિય છે.

ઝવેરિલાલ મહેતાએ શ્રીસ્થળ સિધ્ધપુર ની લીધી હતી મુલાકાત 

ઝવેરીલાલ મહેતાની ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી તસવીરો માત્ર ફોટો જ નહિ બલકે 'જીવંત તસ્વીર '  હતી.

તેમની તસવીરો માનવ જીવન અને માનવતાવાદ ને ઉજાગર કરનારી હતી..

મોર્નિંગ ન્યુઝ ફોકસ પરિવાર વતી આવા પ્રખ્યાત 'પદ્મ શ્રી ફોટો ગ્રાફર ઝવેરીલાલ મહેતા ' ને ભાવભીની શ્રદ્ધાંજલિ...

અખબાર આલમે એક પીઢ ફોટો ગ્રાફર પત્રકાર ગુમાવ્યા 

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું દુઃખદ નિધન થયું છે. તેમનું 97 વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનથી સમાચાર જગતની હસ્તીઓ અને તેમના પરિવારમાં શોકની લહેર છવાઈ છે.ઝવેરિલાલ મહેતા એ લીધેલી તસવીરોની ખાસિયત એ રહેતી કે છપાયેલી તસ્વીર નીચે લખવામાં આવતી ફોટો લાઈનનું લખાણ તસ્વીર ને જીવંત બનાવી દેતું હતુ.

ઝવેરીલાલ દલપતરામ મહેતા ગુજરાત સમાચાર અખબારના સૌથી અનુભવી ફોટો જર્નાલિસ્ટ હતા. અખબાર જગતમાં 60 વર્ષથી વધુની તેમની કારકિર્દી છે. પોતાના અવનવા ફોટો માટે તેઓ ભારતભરમાં જાણીતા હતા. ફોટો જર્નાલિસ્ટ અને સાહિત્ય તથા શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ 2018માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.