બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક લેશે અક્ષરધામની મુલાકાત

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક લેશે અક્ષરધામની મુલાકાત

Mnf network: વડાપ્રધાન ઋષિ સુનક શુક્રવારે તેમની પત્ની સાથે દિલ્હી પહોંચ્યા હતા. તેની પત્ની અક્ષતા મૂર્તિ પણ સુનક સાથે ભારત આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ એરપોર્ટ પર બ્રિટિશ વડાપ્રધાન અને તેમની પત્નીનું સ્વાગત કર્યું હતું. ઋષિ સુનક રવિવારે દિલ્હીના અક્ષરધામ મંદિરની પણ મુલાકાત લેશે અને ત્યાં ભગવાન સ્વામિનારાયણના દર્શન કરશે.

 ગયા વર્ષે ઓક્ટોબરમાં વડાપ્રધાન બન્યા બાદ સુનક પ્રથમ વખત ભારતની મુલાકાતે છે. G-20 સમિટમાં ભાગ લેવા ઉપરાંત ઋષિ સુનક રવિવારે એટલે કે 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં અક્ષરધામ મંદિરની પણ મુલાકાત લેશે તેઓ તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરશે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક માટે દિલ્હીની શાંગરીલા હોટેલમાં રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સંમેલન દરમિયાન 9 સપ્ટેમ્બરે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. 

અક્ષરધામ મંદિરની તૈયારી...

G20 બેઠકમાં ભાગ લેવા ભારત પહોંચેલા બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક 10 સપ્ટેમ્બરે સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે. આ દરમિયાન તેની પત્ની પણ તેની સાથે હાજર રહેશે. આ જાણકારી મંદિરને પહેલાથી જ આપવામાં આવી હતી. પીએમ ઋષિ સુનકના દર્શનની માહિતી મળ્યા બાદ મંદિરમાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. મંદિર હંમેશા સ્વચ્છ રહે છે, તેમ છતાં વિશેષ કાળજી લેવામાં આવે છે.