ચંદ્રયાન -3 એ આપ્યા સૌથી મોટા સમાચાર, સલ્ફર ની હાજરી, હાઇડ્રોજનની શોધ શરૂ

ચંદ્રયાન -3 એ આપ્યા સૌથી મોટા સમાચાર, સલ્ફર ની હાજરી, હાઇડ્રોજનની શોધ શરૂ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ચંદ્રયાન-3' દ્વારા વધુ એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં સલ્ફરની હાજરી હોવાની રોવર પર પેલોડ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.આ સાથે ભારતીય અંતરિક્ષ એજન્સીએ જણાવ્યું કે સ્થળ પર હાઈડ્રોજનની શોધ ચાલી રહી છે.

ચંદ્રયાનનુ પ્રજ્ઞાન રોવરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફર, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઈટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજનની શોધ કરી છે. ભારતીય અંતરીક્ષ સંસ્થા ઇસરોએ આ અંગે માહિતી આપતા ટ્વિટ કર્યું છે. સાથે જ ઇસરોએ કહ્યું છે કે ચંદ્રની ધરતી પર હાઈડ્રોજનની શોધ ચાલી રહી છે.