દિખા સો લિખા : સુરતના વેડ રોડ પર ટ્રાફિક સિગ્નલ કે જીવતું મોત ? જવાબદાર કોણ ?

દિખા સો લિખા : સુરતના વેડ રોડ પર ટ્રાફિક સિગ્નલ કે જીવતું મોત ? જવાબદાર કોણ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : સુરત ના કતારગામ વિસ્તારમાં વેડ રોડ પર સિંગણપુર ચોકડી પાસે સર્કલ પર પોલીસ ચોકી આવેલી છે. જ્યાં પોલીસ દ્વારા વાહનચાલકોને અટકાવીને તેમની પાસે ડ્રાઇવિંગ લાઇસંસ સહિતના ડોક્યુમેન્ટ ની માગણી કરવામાં આવે છે અને ટ્રાફિક નિયમના ભંગ બદલ નહી પરંતુ વાહન ના દસ્તાવેજો તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવાને લઈને ચાલકો પાસેથી મસમોટો દંડ ઉઘરાવવામાં આવે છે.

જોકે આ પોલીસ ચોકી ની સામે ટ્રાફિક નિયમન માટે સિગ્નલો મૂકવામાં આવી છે. જે પૈકી પોલીસ ચોકીની સામેની બાજુએ આવેલી સિગ્નલ પર સિગ્નલ કાર્યરત છે. પરંતુ તેની નીચે રહેલું પીળું બોક્સ હાલમાં ખુલ્લી સ્થિતિમાં છે. જેમાં વાયરો ખુલ્લા દેખાઈ રહ્યા છે. જોકે હાલમાં ચોમાસાની ઋતુ છે ત્યારે સ્વાભાવિક છે કે ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાઇ શકે છે. પરંતુ ટ્રાફિક ના નામે લોકો પાસેથી દંડ ઉઘરાવનાર તંત્ર કે પછી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ તંત્રને આ લાલિયાવાડી દેખાતી નથી. ત્યારે મોર્નિંગ ન્યુઝ ફોકસ ના કેમેરામાં આ લાલિયાવાડી કેદ થઈ હતી.