નવા સંસદ ભવનના બધા 6 દ્વારો પર ભારતીય સંસ્કૃતિની છાપ

નવા સંસદ ભવનના બધા 6 દ્વારો પર ભારતીય સંસ્કૃતિની છાપ

Mnf network  :

ગજ દ્વાર: સંસદ ભવનનાં ઉતર તરફ સ્થિત ગજ દ્વારનું નામ હાથી પરથી રખાયું છે.જે બુધ્ધિ,સ્મૃતિ, ધન અને જ્ઞાનને પ્રતિનિધિત્વ કરે છે 

શાર્દુલા દ્વાર: આ એક પૌરાણીક જાનવર છે. જેનુ શરીર સિંહનું અને માથુ ઘોડા, હાથી, કે પોપટનુ હોય છે. સરકારના અનુસાર આ ગેટ પર આ જાનવર લોકોની શકિતનું પ્રતિક છે.

ગરૂડ દ્વાર: આ પક્ષીઓનો રાજા છે અને ભગવાન વિષ્ણુની સવાર પણ નવા સંસદ ભવનમાં ગરૂડ પૂર્વી પ્રવેશ દ્વારે સ્થિત છે.

હમ્સા દ્વાર: તેનું નામ હમ્સા કે હંસના નામ પર રાખવામાં આવ્યું છે. જે આત્મ-પ્રાપ્તિ અને જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે. તે હંમેશા જ્ઞાનના દેવી સરસ્વતી સાથે જોડાયેલો હોય છે.

 મકર દ્વાર: આ દ્વારનું નામ આ પ્રસિધ્ધ સમુદ્રી જીવ પર રાખવામાં આવ્યું છે. આ ગેટ જુના સંસદ ભવનનાં ગેટ નંબર 12 ની તરફ છે આ જીવ રક્ષા સાથે પણ સંલગ્ન છે.

 અશ્વ દ્વાર: આ પ્રાચીન ઋગ્વેદ અને ભારતીય સંસ્કૃતિમાં જોવા મળતા ઘોડા માટે સંસ્કૃત શબ્દ છે તે શકિત અને સાહસનુ પ્રતિક છે.

સંસદમાં લોકસભા ભવનને રાષ્ટ્રીય પક્ષી મયુર અને રાજયસભાને રાષ્ટ્રીય ફૂલ કમળની થીમ પર ડિઝાઈન કરવામાં આવ્યું છે. જયાં ઉપર અશોક સ્તંભ લાગેલો છે.