'મમતા દીદી...'PM મોદીએ પશ્ચિમ બંગાળના CMને પાઠવી શુભકામના

'મમતા દીદી...'PM મોદીએ પશ્ચિમ બંગાળના CMને પાઠવી શુભકામના

PM મોદીએ પાઠવી મમતા બેનર્જીને શુભકામના 

પીએમ મોદીએ મમતા દીદી કહીને પાઠવી શુભકામના

Mnf network: પીએમ મોદી હંમેશા પોતાના હરીફ હોય કે પછી મિત્ર. તેમના જન્મ દિવસે અવશ્ય શુભકામના પાઠવે જ છે. ત્યારે મમતા દીદીની બર્થ ડે તેઓ કેવી રીતે ભૂલી શકે. 5 જાન્યુઆરીએ મમતા બેનર્જીના બર્થ ડે પર પીએમ મોદીએ તેમને ખાસ સંદેશો પાઠવ્યો છે.

 ટીએમસી વડા અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો આજે 69મો જન્મદિવસ છે. ત્યારે પીએમ મોદીએ ટ્વિટર પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે ''પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા દીદીને તેમના જન્મદિવસ પર અભિનંદન. તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના''

પીએમ મોદી ઉપરાંત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ મમતા બેનર્જીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે ભગવાન તમને સ્વસ્થ જીવન આપે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ પણ આવી જ શુભકામના પાઠવી હતી.