શિયાળામાં દવાની જેમ કામ કરે છે આ સૂપ, બાળકોને પીવડાવવાથી બીમારીઓ રહેશે દૂર

શિયાળામાં દવાની જેમ કામ કરે છે આ સૂપ, બાળકોને પીવડાવવાથી બીમારીઓ રહેશે દૂર

Mnf network: માતા-પિતા હંમેશા તેમના બાળકના ખાવા-પિવાને લઈને ચિંતિત રહે છે કારણ કે માત્ર સારા આહારની મદદથી જ તેમનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે. સાથે જ બીમારીઓ સામે લડવામાં પણ મદદ મળે છે. શિયાળાની ઋતુમાં માતા-પિતા પોતાના બાળકોને એવી વસ્તુઓ આપવા માંગે છે.

મશરૂમ સૂપ

મશરૂમમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક છે. તેને બનાવવા માટે મશરૂમના નાના-નાના ટુકડાને પાણીમાં નાખીને ઉકાળો. તેમાં દૂધ નાખીને થોડીવાર સુધી પકાવો. આ પછી તેને ગરમાગરમ બાળકોને સર્વ કરો.

બ્રોકોલી અને બીન સૂપ

શિયાળામાં બાળકોને શરદી અને ઉધરસ થવાનો ખતરો રહે છે. તેનાથી બાળકોને બચાવવા માટે તમે બ્રોકોલી અને બીન્સનું સૂપ આપી શકો છે. તેમાં છોડું દૂધ અને કોર્નફ્લોર નાખીને સૂપને ઘટ્ટ બનાવીને આપો.

ટામેટા-તુલસી સૂપ

તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જો તમારા બાળકને શરદી-ઉધરસ છે તો આ સૂપ પીધા પછી તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જશે.

મિક્સ વેજીટેબલ સૂપ

આ સૂપમાં શાકભાજીને સારી રીતે મિક્સ કરો. પછી તેમાં પાણી નાખીને થોડીવાર માટે પકાવો ત્યારબાદ તેમાં મીઠું અને કાળામરી ઉમેરીને બાળકોને આપો.

આદુ-લસણનું સૂપ

શરદી-ઉધરસથી છુટકારો મેળવવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે આદુ અને લસણનું સૂપ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે શરદીને મટાડે છે.

પાલકનું સૂપ

તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદરૂપ છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો શરદી-ઉધરસથી છુટકારો અપાવવામાં અને આંખોની રોશની જાળવી રાખવામાં મદદ કરે છે.