ઉત્તર ગુજરાત/ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી માંથી દારૂની બોટલ મળી આવતા ખળભળાટ

ઉત્તર ગુજરાત/ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી માંથી દારૂની બોટલ મળી આવતા ખળભળાટ

 પાટણ હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ.ના કેમ્પસમાંથી ગાંધી જયંતીએ જ દારૂની બોટલ મળતાં વિવાદ

કેન્ટીન નજીકથી ખાલી બોટલ મળતાં NSUIની રજૂઆતને પગલે યુનિ.એ તપાસના બીજી આદેશ આપ્યા, CCtv ફૂટેજ ફેંદવા શરૂ કરાયા.

અગાઉ ગુજરાત યુનિવર્સિટી માંથી મળ્યા હતા ગાંજાના છોડ. તપાસના આદેશ અપાયા હતા. પરંતુ હજુ સુધી કોઈ નથી આવ્યું કોઈ તારણ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : હેમચંદ્રાચાર્ય ઉત્તર પાટણની ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી ખાલી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવતા વિવાદ સર્જાયો છે. એનએસયુઆઈના કહેવા પ્રમાણે આ અંગે યુનિવર્સિટીના સત્તાવાળાઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને તપાસની માગણી કરી છે.

પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં કેન્ટીન નજીકથી એક દારૂની ખાલી બોટલ મળી આવતા શિક્ષણના ધામમાં આવી પ્રવૃત્તિથી અનેક સવાલો ઊભા થયા છે અને વિવાદ સર્જાયો છે. સાથે જ એનએસયુઆઈના કાર્યકરોએ આ અંગે યુનિવર્સિટી સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.

બીજી તરફ યુનિવર્સિટી સત્તાવાળાઓએ આ અંગે તપાસ શરૂ કરી છે. છેલ્લા બે દિવસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.યુનિવર્સિટી સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની બોટલ મળવી તે એક ષડયંત્ર પણ હોઈ શકે છે, તેમ છતાં આ અંગેના તપાસના આદેશો આપ્યા છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે યુનિવર્સિટી કેમ્પસમાંથી થોડાક મહિનાઓ પહેલા ગાંજાના છોડ મળી આવતા વિવાદ થયો હતો. ત્યારબાદ ગાંજાના છોડને ઉખેડીને ફેંકી દેવામાં આવ્યા હતા. આ અંગે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.