રાહુલ ગાંધીએ PM મોદીની ઝાટકણી કાઢી, ' આત્મનિર્ભર ભારત ' અભિયાનની ઉડાવી મજાક, જાણો શુ કહ્યું ?

રાહુલ ગાંધીએ PM મોદીની ઝાટકણી કાઢી, ' આત્મનિર્ભર ભારત ' અભિયાનની ઉડાવી મજાક, જાણો શુ કહ્યું ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ભારતમાં કોરોના નું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે જેને રોકવામાં ક્યાંકને ક્યાંક કેન્દ્ર સરકાર પણ નિષ્ફળ નીવડી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે કારણકે ભારતમાં શનિવારે કોરોના વાયરસના 4 લાખથી વધુ કેસો આવ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ સ્થિતિ જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર  શાબ્દિક હુમલો કર્યો હતો અને કહ્યું કે જ્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'કોવિડ-19 વિરુદ્ધ જંગ' જીતવાનો પહેલા જ શ્રેય લઈ લીધો.

મોદી સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનની ઠેકડી ઉડાવતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ કહ્યું કે આત્મનિર્ભર બનાવવાનો હેતુ છે કે કોઈ તમારી મદદ માટે નહીં આવે, વડાપ્રધાન પણ નહીં. તેમણે આરોપ લગાવ્યા કે મોદી સરકાર માટે કોરોના વાયરસની સ્થિતિ સંપૂર્ણરીતે નિયંત્રણ બહાર થઈ ગઈ છે અને આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે શું રાજ્યો અને નાગરિકોને 'આત્મનિર્ભર' બનાવવાની તેમની આ રીત છે?

વધુમાં રાહુલે મોદી ઉપર આરોપ મૂકતાં જણાવ્યું હતું કે વારંવાર નિષ્ણાતો કોરોના ની ગંભીરતા અંગે જણાવી રહ્યા હતા છતાં પણ મોદી સરકારે આંખ આડા કાન કર્યા હતા અને તેઓ ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત રહ્યા અને વાયરસ ફેલાવતા કાર્યક્રમોને પ્રોત્સાહન આપ્યું. ગત કેટલાંક દિવસોમાં આપણા વડાપ્રધાન અને ગૃહમંત્રી જાહેર સ્થળો પર માસ્ક વિના જોવા મળ્યા. તેઓ લોકોને કયા પ્રકારને સંદેશ આપવા માગતા હતા? રાહુલ ગાંધી હાલમાં પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ, પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરી રહ્યા હતા.