આજથી 57 હજારથી વધુ શાળામાં બીજા સત્રનો પ્રારંભ, 1.15 કરોડ બાળકોના કિલ્લોલ ફરી સ્કૂલમાં સંભળાયો

આજથી 57 હજારથી વધુ શાળામાં બીજા સત્રનો પ્રારંભ, 1.15 કરોડ બાળકોના કિલ્લોલ ફરી સ્કૂલમાં સંભળાયો

Mnf network: રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક મળી 57 હજારથી વધુ શાળાઓમાં આજે 29મી નવેમ્બરના રોજ 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતાં 30મી નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. દિવાળી વેકેશન સમાપ્ત થતાં રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતાં અંદાજે 1.15 કરોડ જેટલા બાળકોના કિલ્લોલથી સ્કૂલ કેમ્પસો ગુંજી ઉઠ્યો છે.

તારીખ 30 નવેમ્બરથી તારીખ 5મી મે-2024 સુધીના બીજા શૈક્ષણિક સત્રમાં બાળકોના શિક્ષણકાર્ય માટે કુલ 127 દિવસ ફાળવવામાં આવ્યાં છે. જે પૂર્ણ થતાં છઠ્ઠી મે-2024ના રોજ 35 દિવસનું ઉનાળુ વેકેશન પડશે.

રાજ્યની તમામ સ્કૂલોમાં 5 જૂન-2023થી ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હતો. સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 26 ઓક્ટોબરના રોજ પ્રથમ પરીક્ષા લેવાઈ હતી. તારીખ 8 નવેમ્બરના રોજ 157 દિવસનું પ્રથમ શૈક્ષણિક સત્ર પૂર્ણ થતાં તારીખ 9 નવેમ્બરને ગુરુવારથી 21 દિવસનું દિવાળી વેકેશન પડ્યું હતું. જે આજે 29 નવેમ્બરના રોજ પૂર્ણ થતાં હવે 30મી નવેમ્બરને ગુરૂવારથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. બીજા શૈક્ષણિક સત્રમાં અભ્યાસના 127 દિવસ રહેશે. બીજું શૈક્ષણિક સત્ર 5 મે સુધી ચાલશે.