સિધ્ધપુર : પાલનપુર એસ. ટી ડીવિઝન નો મહત્વનો નિર્ણય : તમામ બસો ખળી ચાર રસ્તા પીક અપ સ્ટેન્ડ ની અંદર ની બાજુ સ્ટોપ કરવા આદેશ

સિધ્ધપુર : પાલનપુર એસ. ટી ડીવિઝન નો મહત્વનો નિર્ણય : તમામ બસો ખળી ચાર રસ્તા પીક અપ સ્ટેન્ડ ની અંદર ની બાજુ સ્ટોપ કરવા આદેશ

ખળી ચાર રસ્તા પીક અપ સ્ટેન્ડ અને હાઇવે વચ્ચે છે લોખંડની રેલીંગ

પીક્ અપ સ્ટેન્ડ બન્યું ત્યારથી આજ સુધી કદી પણ એસ. ટી બસો અંદર તરફ સ્ટોપ થઈ ન હતી

જાગૃત નાગરિક ની રજૂઆત રંગ લાવી

પાલનપુર ડિવિઝન કન્ટ્રોલર અધિકારીએ તમામ બસો અંદર સ્ટોપ કરવાના આપ્યા આદેશ

પીકપ સ્ટેન્ડ ને સ્થાને કંટ્રોલ પોઇન્ટ શરૂ કરાય તે માટે આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી બળવંતસિંહ રાજપૂત ને પણ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી રજૂઆત

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ ) : સિધ્ધપુર ખળી ચાર રસ્તા પરનું પીક અપ સ્ટેન્ડ છેલ્લા કેટલાય સમયથી શોભાના ગાંઠિયા સમાન હતું. કારણ કે અહીંથી પસાર થતી બસો પીક અપ સ્ટેન્ડ પર અંદરના ભાગમાં આવતી ન હતી. જેને પરિણામે મુસાફરોએ બસ પકડવા માટે દોડાદોડી કરવી પડતી હતી. જેને ધ્યાનમાં લઈને એક જાગૃત નાગરિક દ્વારા પાલનપુર ડિવિઝન કંટ્રોલર અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઈને પાલનપુર ડિવિઝન કંટ્રોલર અધિકારી ચૌધરી દ્વારા સિધ્ધપુર થી મહેસાણા ખેરાલુ અને પાટણ તરફ જતી તમામ બસો ખળી ચાર રસ્તા, પીકપ સ્ટેન્ડની અંદરની બાજુએથી લઈ જવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર સિધ્ધપુર ખળી ચાર રસ્તા એ ખેરાલુ, મહેસાણા અને પાટણ તરફ જવાનું મુખ્ય મથક છે. અહીં પીક અપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે પરંતુ તેની અંદર ની બાજુ બસ ને બદલે નેશનલ હાઈવે પરથી સીધી પસાર થઈ જતી હતી.જેથી જાગૃત નાગરિક દ્વારા પાલનપુર ડિવિઝન કંટ્રોલ અધિકારી ચૌધરી સાહેબને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને પાલનપુર ડિવિઝન કંટ્રોલર અધિકારી દ્વારા તાત્કાલિક એસ.ટી વિભાગના જવાબદાર અધિકારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને માહિતી મેળવ્યા બાદ તાત્કાલિક અસરથી ખેરાલુ, મહેસાણા અને પાટણ તરફ જતી તમામ બસો ખળી ચાર રસ્તા પિક અપ સ્ટેન્ડ ની અંદરની બાજુએ સ્ટોપેજ કરાઈ હતી. જેને પરિણામે મુસાફરોએ હવે બસ પકડવા માટે આમતેમ દોડાદોડી કરવી નહીં પડે અને મુસાફરો પીક અપ સ્ટેન્ડ પર શાંતિથી બસની રાહ જોઈને બસમાં બેસી શકશે.

વળી ખળી ચાર રસ્તા પર જ્યાં પીકઅપ સ્ટેન્ડ છે ત્યાં કંટ્રોલ પોઇન્ટ જો શરૂ કરાય તો આ વિસ્તારમાં આવન જાવન કરતા તમામ લોકો અને મુસાફરોને ઘણી બધી સરળતા રહે. જેને ધ્યાનમાં લઈને જાગૃત નાગરિક દ્વારા આ વિસ્તારના ધારાસભ્ય તેમજ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરવામાં આવી હતી. જેને બળવંતસિંહ રાજપૂતે સકારાત્મક અભિગમથી ધ્યાનમાં લીધી હતી.