સુરત : આવાસના ફોર્મ સ્વીકારવા મુદ્દે વિપક્ષ નેતાએ મેયર ને પત્ર લખી કરી મહત્વની માંગ, જાણીને કરશો પ્રસંશા

સુરત : આવાસના ફોર્મ સ્વીકારવા મુદ્દે વિપક્ષ નેતાએ મેયર ને પત્ર લખી કરી મહત્વની માંગ, જાણીને કરશો પ્રસંશા

સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરીયા મેયર ને લખ્યો પત્ર

પત્રમાં આવાસ ના ફોર્મ સ્વીકારવાની તારીખ લંબાવવા કરી માંગ

આવાસ ના ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ હતી 15 જાન્યુઆરી,2024

અરજદારોને આવકના પ્રમાણપત્ર મેળવવામાં પડી રહ્યા છે ફાફા 

15 જાન્યુઆરી એ ઉત્તરાયણ ના દિવસ આગળ પાછળ નો માહોલ હોઈ તારીખ લંબાવવા કરી માંગ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : સુરત મહાનગરપાલિકા દ્વારા આવાસ ના ફોર્મ સ્વીકારવાની તારીખ 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી હતી પરંતુ હજુ પણ એવા અનેક અરજદારો છે જેઓ ફોર્મ સાથે જોડવાના જરૂરી પ્રમાણપત્રો પૈકી આવકના દાખલાઓ મેળવવામાં અસમર્થ રહ્યા છે તદુપરાંત 20,000 ની રકમનો ડીડી કઢાવવામાં પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. તેમજ ઉત્તરાયણ નો માહોલ હોય લોકોના કામ ઝડપથી નહીં થતા હોવાને કારણે આવાસના ફોર્મ સ્વીકારવાની તારીખ લંબાવવા માટેની માગણી આમ આદમી પાર્ટીના સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરીયા દ્વારા કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ મેયરની પત્ર લખી માગણી કરી છે કે, સુરત મહાનગરપાલિકા ધ્વારા આવાસોની ફાળવણી અર્થે અરજી કરવા ફોર્મ્સ બહાર પાડવામાં આવેલ છે જે ફોર્મ્સની અરજી સ્વીકારવાની મુદત પુર્ણ થનાર છે. તેમજ શહેરમાં ગરીબ અને મધ્યમવર્ગની હાલત સતત વધતી જતી મોંઘવારી અને રોજગારના પુરતા અવસરોના અભાવ વચ્ચે કફોડી બની ગયેલ હોવાથી ઘણાં અરજદારોએ અરજી સાથે જરૂરી ડી.ડી.ની રકમના રૂા.૨૦,૦૦૦/-સગવડ પણ સમયસર કરી શકયા નથી.

તેમજ સદર ફોર્મ્સ સાથે રજુ કરવા પડતા મામલતદાર આવકના દાખલા મેળવવા સરકારી રજાઓ અને ગોકળગતિએ થતા સરકારી કામો સહિત પરિવારનું સંમતિપત્ર, ભાડા કરાર જેવા જરૂરી પુરાવાઓ મેળવવા ઘર માલિકોનો જરૂરી સહકાર, પુરતો સમય અને નાણાંનો અભાવ હોવાથી ઘણાં પરિવારો આવાસ અંગેની અરજીઓ કરવાથી વંચિત રહી શકે એમ છે.

સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં નિર્માણ પામનાર આવાસો અંગે અરજી કરવા ગરીબ નાગરિકોને જરૂરી પુરાવાઓ અને નાણાંની સગવડ કરવા પુરતી અને યોગ્ય તક આપવી જરૂરી છે જેથી તેમને ઘરનું ઘર મળવા જરૂરી એવા આવાસના ડ્રો માં ભાગ લઈ શકે તે હેતુસર અરજી ફોર્મ્સ સ્વીકારવાની તારીખને લંબાવવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે. ત્યારે હવે જોવી રહ્યું કે સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા આ અંગે લોકોના હિતમાં નિર્ણય લેવામાં આવશે કે પછી પોતાની મનમાની ચલાવશે ?