અંકલેશ્વર જીઆઇડીસીમાં શ્રી રામ જન્મભૂમિના પૂજિત અક્ષત કળશ રથયાત્રા નીકળી હતી.

અંકલેશ્વર જીઆઇડીસીમાં શ્રી રામ જન્મભૂમિના પૂજિત અક્ષત કળશ રથયાત્રા નીકળી હતી.

Mnf network: 500 વર્ષ પછી ભગવાન શ્રી રામજીના જન્મસ્થળ પર ભવ્ય મંદિર નિર્માણ થઇ રહ્યું છે.

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે માનવ મંદિરથી આખી જીઆઇડીસીમાં ભગવાન રામના અયોધ્યાથી પૂજિત કળશની શોભાયાત્રા નીકળી હતી જેમાં ડગલેને પગલે ભગવાન રામલલાના વંશજોએ કળશ પૂજા આરતી અને ભગવાન રામના દર્શનનો લાભ લીધો હતો

શ્રી રામ જન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પૂજિત અક્ષત કળશ યાત્રા જીઆઇડીસી અંકલેશ્વરની ધરાને પાવન કરવા આજે વહેલી સવારે માનવ મંદિરથી નીકળી હતી. કળશ યાત્રા રથના રૂટમાં હવેલી , ગટ્ટું ચોકડી, નવજીવન ગરબા ગ્રાઉન્ડ ,પશુપતિનાથ મંદિર, જલધારા, વિઝન સ્કૂલ ,પારસમણી ચોકડી, સીઓપી 7 ,નિયમ ચોકડી ,ગોલ્ડન પોઇન્ટ ચોકડી ,ગણેશ પાર્ક ,સરદાર પાર્ક ,સ્વામિનારાયણ મંદિર ,આમ્રપાલી ચોકડી અને માનવ મંદિર સુધીમાં દરેક ભાવિક ભક્તો ,મંદિરો અને સ્વામિનારાયણ સંતો પણ જોડાયા હતા 

500 વર્ષની લડાઈ અને ઘણા લોકોના બલિદાન પછી આપણા આરાધ્ય ભગવાન શ્રી રામજીના જન્મસ્થળ પર ભવ્ય મંદિર નિર્માણ થઇ રહ્યું છે. તો આ ઉત્સવ એક ઐતિહાસિક ઉત્સવ બની રહે એવો ઉત્સાહ ઉભો કરવામાં આપણે સહુ સહભાગી બની રહ્યા છીએ. 

/બિનોદ