આ સમુદ્રી જીવને મળ્યું છે બ્લડ સ્ટોનનું ઉપનામ

આ સમુદ્રી જીવને મળ્યું છે બ્લડ સ્ટોનનું ઉપનામ

Mnf network : વર્ષો સુધી ઘસાઇને માટીના અણુઓ સખત રીતે ભેગા થતા પથ્થર બને છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે એવા પથ્થર જીવ પણ જોવા મળે છે જેને તોડવાથી લોહી અને માંસનો લોચો નિકળે છે. સમુદ્રની જીવ સૃષ્ટીમાં પ્યુરા ચિલેન્સીસ નામથી ઓળખાતો એક જીવ છે. જે પહેલી નજરે જોવાથી પથ્થર હોય એવું લાગે છે

આ પથ્થર જીવ સમુદ્રની સપાટીનું તળિયું તથા કિનારો પથરાળ હોય ત્યાં વધુ જોવા મળે છે. જયારે વધુ માછીમારીની છુટ મળતી નથી ત્યારે જાણકાર માછીમારો દરિયાકાંઠે કુદરતી પથ્થર જેવા લાગતા આ જીવને ભોજન માટે શોધે છે.આ પથ્થર જીવ વિશે એવું માનવામાં આવે છે કે તે સમુદ્રના ઉંડાણની સપાટીએ જોવા મળે છે. આ પથ્થર જીવમાંથી નિકળતા માંસને ખૂબજ સ્વાદિષ્ટ માનવામાં આવે છે. આ પથ્થર જીવમાંથી માસ કાઢનારાઓ ક્રુરતાપૂર્વક તેજ તરાર છરી ચલાવે છે.આથી તેનું બ્લડ સ્ટોન એટલે કે લોહીવાળો પથ્થર એવું પણ નામ આપવામાં આવ્યું છે. આ વિશિષ્ટ સમુદ્રી જીવ શ્વાસ પણ લે છે અને ખોરાક પણ ખાય છે.આ ઉભયલીંગી જીવ સ્વ પ્રજનન દ્વારા બચ્ચા પણ પેદા કરે છે. આ સમુદ્રી જીવને જોઇને ભલભલા પથ્થર સમજવાની ભૂલ કરી બેસે છે..