યુનિયન મિનિસ્ટરે દિલ્હીમાં રાખ્યું 'સૅમ બહાદુર'નું સ્ક્રીનિંગ

યુનિયન મિનિસ્ટરે દિલ્હીમાં રાખ્યું 'સૅમ બહાદુર'નું સ્ક્રીનિંગ

Mnf network:  યુનિયન મિનિસ્ટર ઑફ સ્ટેટ ફૉર ઑન્ટ્રપ્રનરશિપ, સ્કિલ ડેવલપમેન્ટ, ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ ટેક્નૉલૉજી રાજીવ ચન્દ્રશેખરે 'સૅમ બહાદુર'નું સ્ક્રીનિંગ દિલ્હીમાં રાખ્યું હતું. વિકી કૌશલની આ ફિલ્મ જોવા માટે સંસદસભ્યો, ડિફેન્સ ઑફિસર્સ, આર્મ્ડ ફોર્સિસ અને તેમના પરિવારના સદસ્યો હાજર હતા. આ ફિલ્મ ફીલ્ડ માર્શલ સૅમ માણેકશોના જીવન પર આધારિત છે.

એના ફોટો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર શૅર કરીને રાજીવ ચન્દ્રશેખરે પોસ્ટ કર્યું હતું, ‘ફિલ્મ ‘સૅમ બહાદુર’ના સ્ક્રીનિંગની આ કેટલીક ઝલક છે. દરેકે તેમના બિઝી શેડ્યુલમાંથી સમય કાઢ્યો અને આપણા મિલિટરીના અને ભારતના બહાદુર સપૂતોની સ્ટોરી જોવા માટે આવ્યા એ માટે સૌનો આભાર માનું છું.’