સુરત : PASS કન્વીનર અલ્પેશ કથીરિયાની કામરેજ પોલીસે કરી ધરપકડ, AAP ના ક્યા નેતા પહોંચ્યા પોલીસ સ્ટેશન ? જાણો

સુરત : PASS કન્વીનર અલ્પેશ કથીરિયાની કામરેજ પોલીસે કરી ધરપકડ, AAP ના ક્યા નેતા પહોંચ્યા પોલીસ સ્ટેશન ? જાણો
કામરેજ પોલીસે કરી PASS કન્વીનર અલ્પેશ કથીરિયાની ધરપકડ
આપ નેતા ગોપાલ ઇટાલિયા સહિત અગ્રણીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું
ધરપકડ બાદ ચાંપતો પોલીસ બંદોબસ્ત કરાયો
                                                                                           મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  સુરતમાં PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાની SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મતદાનના દિવસે થયેલી માથાકૂટને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. અલ્પેશ કથિરીયા વિરુદ્ધ કામરેજ પોલીસે એટ્રોસિટીનો ગુનો દાખલ કરાયો હતો. મનપા ચૂંટણીના મતદાનના દિવસે કામરેજના વેલંજા મથક પર BTPના કાર્યકર્તાઓ સાથે મારામારી બાદ કેટલાક લોકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.                                                                                   
સુરતમાં મતદાન પ્રક્રિયા સમયે કામરેજના વેલંજા મથક પર બબાલ થઈ હતી. પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા પણ મારામારીમાં સામેલ હોવાની વાત સામે આવી હતી. PAAS-BTPના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. PAASના કાર્યકરોએ ગાડીમાં તોડફોડ કરી હોવાનો પણ આક્ષેપ લાગ્યો હતો. તો સાથે BTPના ચૂંટણી એજન્ટોને માર માર્યો હોવાની પણ વાત સામે આવી હતી.