અનોખી અપીલ/ સુરતના યુવા-યુવતીઓએ આપ્યો એવો સંદેશ કે જો પાલન કરશો તો કોરોના તમારાથી દૂર રહેશે

અનોખી અપીલ/  સુરતના યુવા-યુવતીઓએ આપ્યો એવો સંદેશ કે જો પાલન કરશો તો કોરોના તમારાથી દૂર રહેશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :  ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરત હંમેશાં તમામ મોરચે આગળ જ રહેતું હોય છે. વાત સ્વચ્છતા અભિયાન ની હોય કે પછી કોરોના સામે જંગ લડવા ની હોય. જોકે સુરતમાં હાલમાં કોરોના ના કેસો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા હોળી અને ધુળેટી ની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે તેમજ રંગોની હોળી ન રમવા માટે અનુરોધ કર્યો છે ત્યારે સુરતના યુવાનો એ સમગ્ર ગુજરાતને એક નવો સંદેશ આપ્યો છે.

વધતી જતી કોરોનાની મહામારી માં ધુળેટી ના પર્વ નિમિત્તે રંગોની હોળી ન ખેલવા સુરતના કેટલાંક યુવક-યુવતીઓ આગળ આવ્યા છે.  રંગોની હોળી ન ખેલવા માટે અનુરોધ કરતાં બેનરો સાથે સોશિયલ મીડિયામાં તેમના ફોટોઝ વાયરલ થયા છે. જેમાં સુરતના આ યુવક યુવતીઓએ લોકોને રંગોની હોળી ન ખેલવા માટે અનુરોધ કર્યો છે. એટલું જ નહીં કોરોના સામેની લડાઈમાં રંગોની હોળી ન ખેલીને કોરોના ને માત આપવા માટે સૌને અપીલ કરી છે. સુરતના યુવાનોની આ પહેલ એ ગુજરાતના અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ છે. આવતીકાલે જ્યારે ધુળેટીનું પર્વ છે ત્યારે ખૂબ જ સંયમ રાખીને માત્ર પરિવાર પૂરતી જ ધુળેટી મનાવવામાં આવે અને કોરોના સામેની લડાઈમાં સહકાર આપવામાં આવે તેઓ એક સંદેશ સુરતના યુવાનો એ આપ્યો છે.