.....તો નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં આ નેતાને મળી શકે છે શિક્ષણ મંત્રીની જવાબદારી !

.....તો નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં આ નેતાને મળી શકે છે શિક્ષણ મંત્રીની જવાબદારી !

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગુજરાતમાં મુખ્યમંત્રી માટે ચાલી રહેલી અનેક અટકળોનો અંત લાવતાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. જોકે ભૂપેન્દ્ર પટેલ ના નામની જાહેરાત થતાની સાથે જ અનેક દિગ્ગજ નેતાઓના 'મોઢા પડી ગયા' હતા. નરેન્દ્ર મોદી હંમેશા સરપ્રાઈઝ આપવા માં શરૂઆતથી જ મોખરે રહ્યા છે. સાથે સાથે ભાજપના નેતાઓ અને કાર્યકરોને એ સંદેશો આપ્યો છે કે સાચા દિલથી કામ કરનાર સામાન્ય કાર્યકર ને પણ ગમે ત્યારે મોટા પદ પર લોટરી લાગી શકે છે.

જોકે ભુપેન્દ્ર પટેલ આજે અમિત શાહની હાજરીમાં મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે. ત્યાર બાદ નવા મંત્રી મંડળ અંગે વિચારણા થઇ શકે છે. જેમાં અનેક નિષ્ક્રિય મંત્રીઓના પત્તા કપાઇ શકે છે અને નવા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. ત્યારે ગુજરાતમાં રૂપાણીના શાસનમાં શિક્ષણ ની સ્થિતિ ખૂબ જ કથળી હતી. જે જોતા એવું લાગે છે કે જો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને શિક્ષણ મંત્રી તરીકે પડતા મૂકવામાં આવે તો તેમના સ્થાને નવા કોઈ સૌથી શિક્ષિત ધારાસભ્ય નું નામ આવી શકે છે.

અત્રે નોંધનીય છે કે ભૂપેન્દ્ર પટેલ પણ શરૂઆતથી જ શિક્ષણ પ્રેમી રહ્યા છે અને તેમને અમદાવાદમાં મોડેલ સ્કૂલ શરૂ કરાવી હતી. એ જોતા એવું લાગે છે કે તેઓ હાલના ધારાસભ્ય માંથી સૌથી શિક્ષિત ભાજપના ધારાસભ્યને શિક્ષણ મંત્રી બનાવી શકે છે. જો કે અનુમાન લગાવવામાં આવે તો ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ ભાજપનાં સૌથી શિક્ષિત ધારાસભ્ય અને ઝડપથી નિર્ણય લેવાની શક્તિ ધરાવતાં નેતા છે. ત્યારે જો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નું પત્તું કપાય તો કદાચ ભુપેન્દ્ર પટેલ ના નવા મંત્રીમંડળમાં ડો. આશાબેન પટેલ ને શિક્ષણ મંત્રી તરીકેની જવાબદારી મળે તો નવાઈ નહીં !