Breaking : રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય : વિદ્યાર્થીઓના હિતમાં ધો.12 ની બોર્ડની પરીક્ષા રદ

Breaking : રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય : વિદ્યાર્થીઓના હિતમાં ધો.12 ની બોર્ડની પરીક્ષા રદ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીએસઇ સ્કૂલોમાં અભ્યાસ કરતા ધો.12 સાયન્સ-સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરતાની સાથે જ ગુજરાત સરકાર મૂંઝવણમાં મુકાઈ હતી અને આજે તાત્કાલિક આ અંગે નિર્ણય કરવા કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ધોરણ12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

મળતા મીડિયા અહેવાલ મુજબ આજે મળેલી કેબિનેટની બેઠકમાં થયેલી વિચારણાના અંતે રાજ્ય સરકારે ધો.12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરી છે.ગુજરાતમાં ધો.12 સાયન્સ-સામાન્ય પ્રવાહના 6.92 લાખ વિદ્યાર્થી નોંધાયા છે. ધો.12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે.

આ વિદ્યાર્થીઓની તા.1 જુનથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કર્યો હતો. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ CBSE બોર્ડની પરીક્ષા રદ કરતાં છેવટે ગુજરાત સરકારે પણ ધોરણ12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. ત્યારે હવે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના મેડિકલ અથવા એન્જિનિયર લાઈનમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓએ જી અને નીટની પરીક્ષા પર આધારિત રહેવું પડશે.