સી.આર.પાટીલ દ્વારા કરાયેલ રેમડેસીવર ઇન્જેક્શન મુદ્દે CM રૂપાણીએ કર્યો મોટો ખુલાસો, જાણીને લાગશે મોટો આંચકો

સી.આર.પાટીલ દ્વારા કરાયેલ રેમડેસીવર ઇન્જેક્શન મુદ્દે CM રૂપાણીએ કર્યો મોટો ખુલાસો, જાણીને લાગશે મોટો આંચકો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :  સી.આર.પાટીલ દ્વારા ભાજપના કાર્યાલય થી 5000 રેમ ડેસીવર ઇન્જેક્શનના વિતરણ ની જાહેરાત કરવામાં આવી હતી અને બીજા જ દિવસે ભાજપ કાર્યાલય થી આ ઇંજેક્શન નું વિતરણ શરૂ થયું હતું. જેને લઇને સી.આર.પાટીલ સામે અનેક સવાલો ઉઠયા હતા કે ઇન્જેક્શન ક્યાંથી આવ્યા ? કેવી રીતે આવ્યા? કયા ડોક્યુમેન્ટ ના આધારે ઇન્જેક્શન આવ્યા ? આવા અનેક સવાલો ઉઠયા હતા અને આ સવાલોની વચ્ચે સી.આર.પાટીલ બરાબર ઘેરાયા હતા. ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ તો સી આર પાટીલ સામે હાઇકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી દીધી.

બીજી બાજુ મીડિયા દ્વારા જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ઇન્જેક્શન અંગે પૂછવામાં આવ્યું હતું ત્યાં તેમણે તે સમયે એવો જવાબ આપ્યો કે ઇન્જેક્શન ક્યાંથી આવ્યા તે તમે સી.આર.પાટીલ ને પૂછો. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના જવાબ ને લઈને પણ અનેક તર્ક વિતર્કો શરૂ થયા હતા અને એવી વાતો પણ ચર્ચાવા લાગી હતી કે ક્યાંક ને ક્યાંક રૂપાણી અને પાટીલ વચ્ચે મતભેદ અથવા મનભેદ જરૂર હોઈ શકે છે.

પરંતુ એક ખાનગી ટીવી ચેનલના ઇન્ટરવ્યૂમાં જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને સી.આર.પાટીલ દ્વારા ભાજપ કાર્યાલય ખાતેથી કરાયેલા ઇન્જેક્શનના વિસ્તરણને લઇને પ્રશ્ન પૂછવામાં આવ્યું ત્યારે મુખ્યમંત્રીએ જે જવાબ આપ્યો એ જાણીને કદાચ વિરોધીઓને મિર્ચી લાગી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ઇન્જેક્શન ના વિતરણ પાછળનો સી.આર.પાટીલ નો ઉદ્દેશ માત્ર અને માત્ર સેવાનો હતો. તેઓ પોતાના સોર્સ થી ઇન્જેક્શન લાવ્યા અને બીજા જ દિવસે તેમણે તેનું વિતરણ શરૂ કરી દીધું હતું. સીઆર પાટીલે ઈન્જેક્શનનો નથી સંગ્રહ કર્યો કે નથી નાણાં લઇ અને કાળા બજાર કર્યા પરંતુ તેમણે બીજા જ દિવસે ઇન્જેક્શન વિનામૂલ્યે વિતરણ કર્યા હતા. જો ઇન્જેકશનનો સંગ્રહ કરવામાં આવે અને એની કાળાબજારી કરવામાં આવે તો ચોક્કસથી એ ગુનો બને છે પરંતુ પાટીલનો ઉદ્દેશ ક્યાંકને ક્યાંક સેવાનો જ હતો.