મુંબઈમાં આજે ખુલ્યો Jio World Plaza, દેશના સૌથી મોટા લક્ઝરી મોલમાં હશે આ બ્રાન્ડ

મુંબઈમાં આજે ખુલ્યો Jio World Plaza, દેશના સૌથી મોટા લક્ઝરી મોલમાં હશે આ બ્રાન્ડ

Mnf network : રીલાયન્સ રિટેલે મંગળવારે મુંબઈમાં Jio વર્લ્ડ પ્લાઝાના ઉદ્ઘાટનની જાહેરાત કરી હતી. જિયો વર્લ્ડ પ્લાઝા 1 નવેમ્બર 2023ના રોજ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં સામાન્ય લોકો માટે ખુલશે. ટોપ એન્ડ રિટેલ ફેશન અને મનોરંજનનો અનુભવ અહીં આપવામાં આવશે. આ પ્લાઝા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર અને જિયો વર્લ્ડ ગાર્ડન સાથે જોડાયેલ છે.

7.50 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ચાર સ્તરોમાં ફેલાયેલા આ રિટેલ સ્ટોરમાં 66 લક્ઝરી બ્રાન્ડ હશે. ભારતીય બજારમાં પ્રવેશેલી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડમાં બાલેનિયાગા, જ્યોર્જિયો અરમાની કાફે, પોટરી બાર્ન કિડ્સ, સેમસંગ એક્સપિરિયન્સ સેન્ટર, EL&N કાફે અને રિમોવાનો સમાવેશ થાય છે.

રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણી કહે છે, "Jio World Plaza ન માત્ર ભારતનો શ્રેષ્ઠ મોલ બનવા જઈ રહ્યો પરંતુ મને આશા છે કે તે વિશ્વનો શ્રેષ્ઠ મોલ બની જશે. "ચોક્કસપણે અમે ખરેખર તેની રાહ જોઈ રહ્યા છીએ." નીતા અંબાણીએ કહ્યું કે આજનો દિવસ તમામ ભારતીય ડિઝાઇનરો માટે અને આપણી કલા અને કારીગરો માટે પણ સન્માન છે.