અયોધ્યામાં ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી કંગના, બોલી-પહેલા લાગ્યું ગળે લગાવી લઉં...

અયોધ્યામાં ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી કંગના, બોલી-પહેલા લાગ્યું ગળે લગાવી લઉં...

Mnf network:  કંગના રણૌત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો હિસ્સો બનવા અયોધ્યા પહોંચી છે. ત્યાં તે ઘણા સાધુ સંતો સાથે મુલાકાત કરી રહી છે. પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેણે ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. તેમાં એક તસવીર ધિરેન્દ્ર શાસ્ત્રી સાથે પણ છે. કંગનાએ તેની સાથે મજેદાર કેપ્શન લખ્યું છે. કંગના રનૌતે ધિરેન્દ્ર શાસ્ત્રીની ઓછી ઉંમરનો ઉલ્લેખ કરતા લખ્યું કે, પહેલા લાગી રહ્યું હતું કે તેઓ નાના ભાઈ જેવા છે, પછી અનુભવ થયો કે નાના ભાઈ છે, પરંતુ ગુરુ છે એટલે પગે પડી લઉં.

કંગના આયોધ્યાથી ઘણા લાઈવ અપડેટ આપી રહી છે. તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહેમાન અને રામ ભક્તની જેમ પહોંચી છે. સાડી પહેરીને કંગના ખૂબ સુંદર લાગી રહી છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેણે ઘણા સાધુ સંતો સાથે તસવીરો શેર કરી છે. એક ક્લિપમાં તે હનુમાન મંદિરમાં ઝાડુ લગાવતી પણ નજરે પડી રહી છે. વધુ એક ક્લિપમાં તે કૈલાષાનંદજી પાસેથી પ્રવચન સાંભળી રહી છે. ધિરેન્દ્ર શાસ્ત્રી જે બાગેશ્વર બાબાના નામથી ફેમસ છે. એક તસવીરમાં કંગના તેમની સાથે બેઠી છે. તેના પર કેપ્શનમાં લખ્યું કે, પહેલી વખત પોતાની ઉંમરથી નાના ગુરુજી મળ્યા. મારાથી લગભગ 10 વર્ષ નાના છે.

કંગના આગળ લખે છે કે મન થયુ કે નાના ભાઈની જેમ ગળે લગાવી લઉં, પરંતુ પછી યાદ આવ્યું કે કોઈ ઉંમરથી ગુરુ હોતું નથી, કર્મથી ગુરુ હોય છે. ગુરુજીના ચરણ સ્પર્શ કરવા અને આશીર્વાદ લીધા.