મામલતદાર નો ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયો : દંડ ન કરવા નક્કી કર્યો હતો હપ્તો

મામલતદાર નો ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયો : દંડ ન કરવા નક્કી કર્યો હતો હપ્તો

મોર્નિંગ ન્યુઝ નેટવર્ક, શિહોરી : શિહોરી મામલતદાર કચેરીના કરાર આધારિત ડ્રાઇવરને ગુરૂવારે રૂપિયા 1000ની લાંચ લેતાં પાટણ એસીબીની ટીમે ઝડપી લીધો હતો. હાથમાં પાવડરવાળી નોટ પકડતાં જ તે ગભરાઇ ગયો હતો. બનાસનદીની લીઝમાં હિટાચી મશીનને દંડ ન કરવામાં આવે તે માટે ચાલકે અગાઉ મામલતદાર સાથે લીઝ ઉપર જઇ દર માસે રૂપિયા 4000નો હપ્તો નક્કી કર્યો હતો. જેમાં બે દિવસ અગાઉ રૂપિયા 1000 લીધા હતા. બાકીના નાણાં લેવા જતાં ઝડપાયો હતો.

કાંકરેજ તાલુકાના શિહોરી નજીક બનાસનદીની રેતની લીઝમાં ચાલતાં હિટાચી મશીનનો દંડ ન થાય તે માટે શિહોરી મામલતદાર કચેરીનો કરાર આધારિત ચાલક થરાનો હરેશભાઇ મગનભાઈ બારોટ મામલતદાર સાથે લીઝ ઉપર જઇ હિટાચી મશીનના માલિક પાસે માસિક રૂપિયા 4000નો હપ્તો નક્કી કર્યો હતો. હિટાચી મશીનના માલિકે પાટણ એ.સી.બીમાં ફરિયાદ નોંધાવી હતી. ગુરૂવારે શિહોરી મામલતદાર કચેરીમાં રૂપિયા 1000ની લાંચ સ્વિકારતી વખતે એસીબીએ ઝડપી લીધો હતો.