Breaking : પુનઃ લોકડાઉન અંગે કેન્દ્રીય મંત્રીએ કર્યો મોટો ખુલાસો, જવાબ જાણી તમારી ચિંતા વધી જશે, જાણો- શુ કહ્યું ?

Breaking : પુનઃ લોકડાઉન અંગે કેન્દ્રીય મંત્રીએ કર્યો મોટો ખુલાસો, જવાબ જાણી તમારી ચિંતા વધી જશે, જાણો- શુ કહ્યું ?

છેલ્લાં 15 દિવસમાં દેશમાં 4,57,059 નવા કેસ નોંધાયા છે.

કોરોનાના કેસ વધવા મામલે ગુજરાત ત્રીજા નંબરે

લોકડાઉન મુદ્દે મંત્રીનો ગોળ ગોળ જવાબ.નરો વા કુંજરો વા

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   દેશમાં કોરોનાના કેસમાં ફરી સતત વધારો થઈ રહ્યો છે. પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખીએ તો 7થી 22 માર્ચ સુધીમાં પંજાબમાં કેસ ખૂબ ઝડપથી વધ્યા છે. આ દરમિયાન અહીં 27,018 કેસ નવા આવ્યા છે. એટલે કે નવા કેસ વધવાની ઝડપ 14.34% છે. જ્યારે મહારાષ્ટ્રમાં આ ઝડપ 3% છે અને ગુજરાતમાં 5.28% છે. મધ્યપ્રદેશમાં 4.48%, હરિયાણામાં 2.91% અને રાજસ્થાનમાં 1.37%ની સ્પીડથી નવા કેસ વધી રહ્યા છે.

દેશમાં કોરોનાના વધતા જતા કહેર પર દેશમાં ફરી તો લોકડાઉન નહીં આવેને? આ સવાલનો જવાબ આપતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર જે રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે સતત તેમના સંપર્કમાં છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, કોરોના મેનેજમેન્ટના ઉપાયો ગયા વર્ષે લોકોએ જોયા જ છે. જો હવે કોરોનાની બીજી લહેરમાં કોરોના મેનેજમેન્ટ યોગ્ય રીતે થશે તો તે ઓછો ફેલાશે. એટલે કે હાલ સરકાર તરફથી લોકડાઉન લગાવવા કે નહીં લગાવવા વિશે હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. અમે સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને તેના આધારે આગામી સમયમાં નિર્ણય લેવાશે. જે રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે સતત તેમના સંપર્કમાં છીએ.