અરુણ ગોવિલે કહ્યું, ભગવાન રામ બનવા પર ઈજ્જત મળી, પરંતુ નુકશાન પણ થયું!

અરુણ ગોવિલે કહ્યું, ભગવાન રામ બનવા પર ઈજ્જત મળી, પરંતુ નુકશાન પણ થયું!

Mnf network:  ટીવી પર કોઈ સીરિયલ કે કોઈ ફિલ્મ રામાયણ પર બની તો હંમેશા પાત્ર માટે અરુણ ગોવિલને જ યાદ કરવામાં આવતા. આ શો બાદ અરુણને ખૂબ રિસ્પેક્ટ મળ્યું, પરંતુ ફિલ્મોમાં તેનો ફાયદો ન મળી શક્યો.

રામાનંદ સાગરના શો રામાયણથી ઘર-ઘરમાં ભગવાન રામના નામથી જાણીતા બનેલા અરુણ ગોવિલને આજે પણ ફેન્સ ભગવાન જ માને છે. આ શોએ અરુણને એક ખાસ ઓળખ અપાવી. એટલું જ નહિ, પરંતુ ત્યારબાદ ટીવી પર કોઈ સીરિયલ કે કોઈ ફિલ્મ રામાયણ પર બની તો હંમેશા પાત્ર માટે અરુણ ગોવિલને જ યાદ કરવામાં આવતા.

આ શો બાદ અરુણને ખૂબ રિસ્પેક્ટ મળ્યું, પરંતુ ફિલ્મોમાં તેનો ફાયદો ન મળી શક્યો. અરુણ ગોવિલે કહ્યુ કે ભગવાન રામ બનવાના નુકશાન પણ થયા છે.

અરુણને ફિલ્મમાં લીડ એક્ટરનો રોલ ન મળ્યો, કેમકે તે દર્શકોના ભગવાન રામના રૂપમાં જોવાયા અને પસંદ કરાયા. અરુણે ખુદ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે રામાયણથી તેમની લાઈફમાં કેટલીક સારી તો કેટલીક ખરાબ વસ્તુઓ પણ થઈ.

અરુણે કહ્યું કે મને માન-સન્માન ખૂબ મળ્યું, પરંતુ કોમર્શિયલ ફિલ્મો ન મળી. બધા પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ મને કહેતા હતા કે ભગવાન રામની મારી ઈમેજ એટલી સ્ટ્રોંગ હતી કે તેમને સમજમાં નથી આવતું કે તે મને કયો રોલ ઓફર કરે. લોકો તમારામાં ફક્ત ભગવાન રામને જોવે છે. તેઓ તમને કોઈ પાત્રમાં જોવા ઈચ્છતા નથી.